તળાજા અને દરબાર શ્રી એભલ વાળા વિષે જાણો ઈતિહાસ અને રસપ્રદ જાણકારી !
ગોંડલનાં પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજી એ કરેલો ગોંડલનો વિકાસ..
મહારાણી માં પદ્માવતી (પદ્મની), माँ पद्मावती, Maharani Maa Padmavati, પદ્માવતી નો ઈતિહાસ, રાણી પદ્મીની,
રાણી પદ્મીની ચિતૌડની રાણી હતી. પદ્મિનીને પદ્માવતી નામથી પણ ઓળખાય છે. ૧૨ મી અને ૧૩ મી સદીની મહાન ભારતીય રાણી પદ્માવતીના સાહસ અને ત્યાગની ગૌરવગાથા ઈતિહાસમાં અમર છે . સિંહલ દ્વીપના રાજા ગંધર્વ સેન અને રાણી ચંપાવતીની દીકરી પદ્માવતીનો લગ્ન ચિતૌડના રાજા રતનસિંહ સાથે થયું હતું.
મહારાણી પદ્માવતી(પદ્મની) મહારાજા રત્નસિંહની 15 પત્નીઓમાંની એક હતી અને રાણી નાગમતી સાથેની તેમની મુખ્ય પત્ની હતી.રાણી પદ્માવતી ખૂબ સુંદર હતી અને તેમની સુંદરતા, તેમની સુંદરતાના વખાણ દૂર-દૂર સુધી હતા. પદ્માવતી પર કવિતા પણ લખેલી છે જેમાં બહુ સારી રીતે પ્રસ્તુત કર્યું છે. રાણી પદ્માવતીની પાસે એક બોલનાર પોપટ "હીરામણી" પણ હતો. રાણી પદ્માવતી સૌંદર્યનો અંબાર હતી. તેમનાં સૌંદર્યની ચારેકોર ચર્ચા થતી હતી.રાણી પદ્માવતીનો શરીર આટલું સુંદર હતો કે જો એ પાણી પણ પીતી હતી તો તેમના ગળાની અંદરથી પાણી જોઈ શકાય. જો એ પાન ખાતી તો પાનનો લાલ રંગ તેમના ગળામાં નજર આવતું.
ખીલજી ક્રૂર અને હિન્દુ વિરોધી રાજવી હતો, હિન્દુ ધર્મસ્થાનોને ધ્વંસ કર્યા હતા. અલાઉદ્દીન ખિલજીનો એટલો ત્રાસ હતો કે તે આજ પણ ગુજરાતનાં ગામોમાં અલાઉદ્દીન ખૂની એ નામથી ઓળખાય છે.' એ પરિચય આજે ૮૦૦ વર્ષ પછી પણ સાચો છે. આ વાર્તાનો અંત રાજા કરણના મોત સાથે આવ્યો હતો. એ પછી ગુજરાતમાં એક પછી એક ઘણા મુસ્લીમ આક્રમણો આવ્યા એ વાત પણ ઐતિહાસિક દૃષ્ટિએ ખોટી નથી. વર્ષો પછી ગુજરાતી ભાષાના સમર્થ વાર્તાકાર ધૂમકેતુએ પણ ૧૯૫૨માં 'રાય કરણ ઘેલો' નામની ઐતિહાસિક નવલકથા લખી હતી. તેમાં પણ કરણ અને ખિલજીના જંગની વાત કરવામાં આવી હતી.
દિલ્હીના સિંહાસન પર દિલ્હી સલ્તનતનું રાજય હતું. સુલતાને ઘણીવાર મેવાડ પર તેની શક્તિ વધારવા માટે હુમલો કર્યો. સુંદર રાણી પદ્મિની મેળવવા માટે અલાઉદ્દીન ખિલજી દ્વારા આક્રમણમાંનો એક પર હુમલો કરવામાં આવ્યો. રાણી પદમાવતીના સૌંદર્યની વાત સાંભળી ખિલજીની આંખો પહોળી થઈ જાય છે. ખિલજી પાસે એક રતનસિંહનો વિરોધી એક ભેદી રતનસિંહ સાથે દગો કરે છે અને ખિલજીને રતનસિંહના બધા ભેદ આપે છે. ખિલજી તેનો ઉપયોગ કરી રતનસિંહ સામે દુશ્મની કાઢે છે.
કિલ્લાની ઘેરાબંધી કરીને ખિલજી સીધી રાણી પદ્માવતી ઉપરાંત તમામ ખૂબસુરત મહિલાઓની માંગ કરે છે. ખિલજીનું સૈન્ય રાણી પદ્માવતી માટે યુધ્ધ કરવા રાજી ન હતું કારણ કે સૈનાની જીત અંગે શંકા હોય છે તેથી યુધ્ધથી દુર રહેવાનો મત પ્રગટ કરે છે. ખિલજી સૈન્યને ખુશ કરવા માટે દરેક સૈનિક માટે એક મહિલાને સુપ્રત કરવાની વાત કરે છે.
ચિતૌડગઢ પર ચઢાઈ...
28મી જાન્યુઆરી 1303માં અલાઉદ્દીન ખિલજી ચિત્તોડ પર ચઢાઈ કરે છે. અને ખિલજી ચિતોડગઢમાં દૂત મોકલીએ યુદ્ધની ચેતવણી આપે છે. ખિલજીની ચિતોડના કિલ્લાને ચારેબાજુથી ધેરી લે છે. ઘેરાબંદી કરી ખિલજી રાણી પદ્માવતીની અને સુંદર મહિલાઓની માંગણી કરે છે. આશરે 7-8 મહિલા સુધી ખિલજી કિલ્લાની ઘેરબંદી કરી રાખે છે . ખિલજી ત્યારે રાણી પદ્માવતીની એક ઝલક જોવાની માંગ કરે છે. એ કહે છે કે મને રાણીની એક ઝલક જોવાઈ નાખો તો હું સેના સાથે તરત જ ચિતોડ મૂકી નાખીશ. ખિલજીની વાતતો મહારાજ રતનસિંહ ફરી ના પાડે છે. તેથી આ વખતે ખિલજી રતનસિંહને પકડી તેને બાંદી બનાવી લે છે.
એણે એ શરતે એને છોડવાનું કહ્યું હતું કે જ્યાં સુધી રાણી પદ્માવતી પોતાના પડાવમાં નહીં આવે ત્યાં સુધી પોતે રતનસિંહને નહીં છોડે. સામે બાજુ, રાણી પદ્માવતીએ પણ એક ચાલ રમી હતી. એણે કહેવડાવ્યું કે પોતે એક વાર રાજા રતનસિંહને મળવા માગ એણે પોતાની અને દાસીઓની ડોલીમાં 150 સૈનિકોને મોકલી દીધા હતા, જેમણે ખિલજીના પડાવમાં પહોંચતા હુમલો કર્યો હતો. એનાથી ખિલજી ભડક્યો હતો અને ચિતૌડના કિલ્લા પર ચઢાઈ કરી હતી. એણે ઘણા દિવસો સુધી કિલ્લાને ઘેરી રાખ્યો હતો, પરિણામે રાજપૂતી કિલ્લામાં ખાવા-પીવાનો પુરવઠો ખતમ થવા આવ્યો હતો. ત્યારબાદ જ્યારે કિલ્લામાંના લોકોએ ખિલજી સાથે સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે રાણી પદ્માવતીએ આગમાં કૂદીને પોતાનો જાન આપી દીધો હતો.
૧૬૦૦૦ રાજપૂતાણીઓ સાથે જૌહર કરનાર રાણી પદ્માવતીની રીયલ કહાની
રાણી પદ્માવતીના સાહસ અને બલિદાનની ગાથા ઇતિહાસમાં અમર છે અને આજે પણ રાજસ્થાનની મહિલાઓ માટે પ્રેરણા સમાન છે. તેના રૂપ, યૌવન અને જૌહરની કથા મધ્યકાળથી લઈ વર્તમાન કાળના કવિઓ, લોકગાયકો દ્વારા વિવિધ રૂપોમાં વ્યક્ત થતી આવી છે. પદ્માવતીનું પ્રારંભિક જીવન સિંહલપ્રદેશ (શ્રીલંકા)માંથી શરૂ થયું હતું – તેવી માન્યતા છે. તેના પિતાનું નામ ગંધર્વસેન અને માતાનું નામ ચંપાવતી હતું. ઉંમરલાયક થતાં પદ્માવતીનો સ્વયંવર યોજાયો જેમાં ચિત્તોડના રાજા રાવલ રતનસિંહે રાજા મલખાન સિંહને હરાવી પદ્માવતી સાથે લગ્ન કર્યાં. ચિત્તોડના રાજા રતનસિંહ એક કુશળ શાસક હતા અને કલાના કદરદાન પણ હતા. તેના દરબારમાં અનેક પ્રતિભાશાળી લોકો હતા, જેમાં રાઘવ ચેતન નામનો એક સંગીતકાર પણ હતો, પરંતુ રાઘવ ચેતન કાળો જાદુ કરતો તે અંગે રાજાને જાણ ન હતી. તે કાળા જાદુનો ઉપયોગ પોતાના હરીફોને મારી નાખવા કરે છે તેની ગંધ આવતાં તેના પર નજર રાખવાનું શ થયું. એક દિવસ રાઘવ ચેતને દુષ્ટ આત્માઓને બોલાવતાં રાજાના હાથે રંગે હાથ પકડાયો. રાવલ રતનસિંહે તેને તત્કાળ ચિત્તોડ છોડી ચાલ્યા જવા જણાવ્યું. પોતાના આ અપમાનનો બદલો લેવા રાઘવ દિલ્હી ગયો જ્યાં અલાઉદ્દીન ખિલજી જે જંગલમાં શિકાર કરવા આવતો ત્યાં રોકાઈ ગયો. એક દિવસ સુલતાન અલાઉદ્દીન ખિલજી જ્યારે શિકાર કરવા આવ્યો ત્યારે તેણે બંસરીના સૂર રેલાવવા શ કર્યા જેનાથી આકર્ષાઈ ખિલજીએ તેને તેની પાસે બોલાવ્યો અને પોતાના દરબારમાં આવવાનો આદેશ આપ્યો.. રાઘવ ચેતનને આ જ જોઈતું હતું. કોઈપણ રીતે સુલતાનને ચિત્તોડગઢ પર આક્રમણ કરવા ઉશ્કેરવો. તેણે સુલતાન ખિલજીને અનેક રીતે ચિત્તોડગઢ પર આક્રમણ કરવા ઉશ્કેરી જોયો, પરંતુ ખિલજી રાજપૂતો સાથે ફોગટમાં વેર બાંધવા તૈયાર ન હતો. રાઘવે ખિલજીના હરમપ્રેમની વાતો ખૂબ જ સાંભળી હતી. પરિણામે તેણે ખિલજી સમક્ષ રાણી પદ્માવતીના સૌંદર્યનાં વખાણ કરવાનાં શરૂ કર્યાં. સૌંદર્યના હવસી ખિલજીના મનમાં રાણી પદ્માવતી વિશે કામનો કીડો સળવળ્યો અને કોઈપણ ભોગે પદ્માવતીને પોતાના હરમમાં લાવવાનું નક્કી કર્યું.
કેટલાક ઇતિહાસકારો કહે છે કે, ખિલજીએ ચિત્તોડગઢ પર આક્રમણ કરી રાણા રતનસિંહને પત્ની પદ્માવતીનું મોં બતાવવા માટે મજબૂર કર્યો હતો, પરંતુ કેટલાક લોકોના મતે અલાઉદ્દીન ખિલજી ષડયંત્ર કરી ચિત્તોડગઢના મહેલમાં મહેમાન બની ગયો હતો, જ્યાં રાણા રતનસિંહે તેની ભારે આગતા-સ્વાગતા કરી હતી. આ દરમિયાન તેણે રાણી પદ્માવતીને મળવાની અને જોવાની વાત કરી હતી, પરંતુ રાજપૂતાણી પોતાનું મુખ પતિ સિવાય કોઈ પણ મર્દને બતાવતી નથી એમ કહી તેણે ખિલજીને સ્પષ્ટ ના પાડી દેતાં ખિલજીએ ચાલાકી વાપરી પદ્માવતીને પોતાની બહેન ગણાવી તેનું મુખ જોવાની ઇચ્છા વ્યક્ત કરી. રાજા રતનસિંહને પણ ખિલજીને નાહકનો છેડવો યોગ્ય ન લાગતાં તેણે પદ્માવતીને તેનું મુખ બતાવવા માટે મનાવી લીધી, પરંતુ પદ્માવતીએ શરત રાખી કે તે સીધે-સીધું પોતાનું મો ખિલજીને નહીં બતાવે અને ૧૫૦ સ્ત્રીઓ સાથે સરોવરમાં તેનું મુખ અલાઉદ્દીન ખિલજીએ જોવું. ખિલજીએ આ શરત મંજૂર રાખી. પદ્માવતીની સુંદરતા પાણીમાં પડછાયા રૂપે જોઈ અલાઉદ્દીન ખિલજી પદ્માવતીના મોહમાં પાગલ બન્યો અને કોઈપણ ભોગે પદ્માવતીને પોતાના હરમમાં લઈ જવાનું નક્કી કર્યું. પરંતુ દિલ્હી પરત ફરતી વખતે તેની સાથે શિષ્ટાચાર ખાતર પદ્માવતીના પતિ રતનસિંહ પણ હતા. આ દરમિયાન ખિલજીએ આદેશ આપી રતનસિંહને બંદી બનાવી દેવડાવ્યા અને ચિત્તોડગઢની સામે શરત રાખી કે, પદ્માવતીને સોંપો અને રાણાને લઈ જાઓ.
ચિત્તોડગઢ સમક્ષ આ સૌથી મોટું ધરમસંકટ હતું. એક તરફ રાજ્યના રાજાનો જીવ હતો તો બીજી તરફ રાજરાણીની ગરિમા અને રાજની આબરૂ. ચિત્તોડગઢ એ વખતે ખિલજી પર સીધો હુમલો કરી શકે તેમ નહોતું. કારણ કે, ખિલજીનું સૈન્ય રાણાની ધરપકડ સાથે જ સાબદું થઈ ગયું હતું. પરિણામે રાજપૂત વીર યોદ્ધાઓએ બળ સાથે કળ વાપરવાનું નક્કી કર્યું. ચૌહાણ રાજપૂત સેનાપતિ ગોરા અને તેમના ૧૫ વર્ષના ભત્રીજા બાદલે યોજના બનાવી કાલે સવારે પદ્માવતી ખિલજીને સોંપી દેવામાં આવશેની વાત કરી. આગલા દિવસે ૧૫૦ પાલખીઓ ખિલજીની શિબિર તરફ રવાના કરવામાં આવી, પરંતુ પાલખીમાં પદ્માવતી નહીં, શસ્ત્રો અને સૈનિકો હતા. પ્રત્યેક પાલખીમાં એક અને ચાર પાલખી ઉપાડનારા એમ પાંચ ખૂબ જ કુશળ સૈનિકો રાખવામાં આવ્યા હતા. પાલખીને રતનસિંહને બંદી બનાવાયા હતા ત્યાં ઊભી કરી દેવામાં આવી અને સશસ્ત્ર સૈનિકો રતનસિંહને છોડાવી લઈ ગયા. કહેવાય છે કે આ હુમલામાં સેનાપતિ ગોરાએ શહીદી વહોરી હતી. કહેવાય છે કે યુદ્ધમાં ખિલજીના સેનાપતિએ યુદ્ધ નિયમો વિરુદ્ધ જઈ કપટપૂર્વક સેનાપતિ ગોરાના સાથળ પર વાર કર્યો હતો. અને ગોરા નીચે ઢળતાં જ તલવારથી મસ્તક અલગ કરી દીધું હતું. પરંતુ રાજપૂત ગોરાનું ઝનૂન જુઓ તેનું ધડ પણ મસ્તક લઈ જતા ઝફરની પાછળ દોડ્યું અને એક જ ઝાટકે તેના શરીરનાં ઊભાં ફાડિયાં કરી નાખ્યાં હતાં.
રાજપૂતોના આ કળ અને બળપૂર્વકની લડાઈથી અજેય ગણાતા સુલતાનને જબરજસ્ત માત મળી હતી. પરિણામે ખિલજીએ પોતાના તમામ સૈન્યને ચિત્તોડગઢ પર હુમલો કરી તેને તહેસનહેસ કરી નાખી રાણી પદ્માવતી સહિતની રાજપૂત સ્ત્રીઓને ઉઠાવી લાવવાના આદેશો આપ્યા. ૧૩૦૩માં ખિલજીના સૈન્યે ચિત્તોડગઢના કિલ્લાને ચારેય તરફથી ઘેરી લીધો. સતત છ મહિના સુધી રાજપૂતો અને ખિલજીના સૈન્ય વચ્ચે ઘમસાણ યુદ્ધ ચાલતું રહ્યું, છતાં કિલ્લાનો દરવાજો તોડી શકાયો નહીં પરંતુ કિલ્લાની ખાદ્યસામગ્રી હવે ખૂટી રહી હતી. કિલ્લાની અંદર મહિલા-બાળકો, વૃદ્ધો ભૂખથી ટળવળી રહ્યાં હતાં અને દરવાજો ખૂલતાં રાજપૂત સેનાની હાર નિશ્ર્ચિત હતી. છેવટે ચિત્તોડગઢના રાજપૂતોએ દુશ્મન સામે કેસરિયાં કરવાનું નક્કી કર્યું અને રાજપૂતાણીઓએ જીવતેજીવત તો શું મર્યા બાદ પણ વિધર્મીઓના હાથનો સ્પર્શ તેમના શરીર પર ન થાય માટે જૌહર કરવાનું નક્કી કર્યું. રાજા રતનસિંહ સહિત ૩૦,૦૦૦ રાજપૂત વીરોએ માથે કેસરી સાફા બાંધી તિલક અને તલવાર સજાવી હરહર મહાદેવના ગગનભેદી નાદ સાથે કિલ્લાના દરવાજા ખોલી ખિલજીના સૈન્ય પર તૂટી પડ્યા.
આ બાજુ રાણી પદ્માવતીના નેતૃત્વમાં ૧૬,૦૦૦ રાજપૂતાણીઓએ ગૌમુખમાં સ્નાન કરી વિશાળ ચિતા પ્રગટાવી તેમાં કૂદી પડી અને જોતજોતામાં ૧૬,૦૦૦ રાજપૂતાણીઓ રાખ બની ગઈ.
ચિત્તોડગઢ પર જીત મેળવ્યા બાદ ખિલજી રાજપૂતાણી પદ્માવતીને દિલ્હી લઈ જવા માટે મહેલમાં ધસી આવ્યો, પરંતુ સમગ્ર રાજમહેલના પ્રાંગણમાં આગ અને ધુમાડાના ગોટેગોટા હતા, તેની નજર સામે મોટા યજ્ઞ કુંડમાં રાખનો ઢગલો હતો. જેમાં પદ્માવતી સહિત ૧૬,૦૦૦ રાજપૂતાણીઓએ જૌહર કર્યાં હતાં. સુલતાન રાણી પદ્માવતીના શરીરને તો શું તેની ભસ્મને પણ સ્પર્શ કરી ન શક્યો. આમ ભલભલા તાકાતવર રાજાઓ-મહારાજા- સુલતાનોને હરાવનાર ખિલજીને પદ્માવતી નામની એ રાજપૂતાણીના સતીત્વ અને પતિવ્રતે ધૂળ ચાટતો કરી દીધો.
महाराणा प्रताप की एक कहानी
जय माताजी भाईओ एक सत्य घटना ना प्रसंगनी वात छे 500 वषॅ पेला▪▪▪▪
।महाराणा प्रताप की एक कहानी।
एकवार महाराणा प्रताप दिल्ली ना नवाब अकबर सामे आचमतो आचमतो थाकि गयो तो, इ टाणे जंगली बिलाडो दिकरिबा ना हाथ माथी बचकु रोटला नु लइने वयो गयो। अने दिकरीबा ना आख मा आसुडा आवी गया अने राणा दिकरिबा ना आसुडा ना जोय सक्यो अने मनमा विचार करवा लागयो के अकबर जोडे सुलेह करि लव। त्यारे बे माणसो त्याथी पसार थई रह्या हता बन्ने पति अने पत्त्नी हता, एेमने ते खबर न हति के अा बेठेल माणस खुद मेवाड ना अधिसवर महाराणा प्रताप छे, एेटले राणा प्रतापे पुछयु के भाई आ बाजु तमे क्या जाव छे़ा, एटले बाइ माणसे कह्यु के अमे बन्ने मारा पियर मा जाय छिये, एटले राणाये पुछयु के तमारे साथे कोई संतान आव्यू नथी , एटले एमने किह्यु के ना अमारे हजी सुधी कोइ संतान नथी, तो राणा कहे के हू एकलिंगजी ने आराधना करीस के आपना माटे, पछी राणा ये पुछयु के तमने लग्न कर्या ने केटलो समय थयो छे, तो तेने कह्यु के अमारे लग्नना १० वर्ष थया छे। तो राणा कह्यु के तो कोई संतान नथी एेनु कोय कारण, तो तेमने कह्यु के अमारा लग्ननी पहेली रात एेटले के पियु मिलन नी रातना अमे प्रतिज्ञा लिधी छे के अमारो मेवाड नो राजा महाराणा प्रताप हिंदु धर्म अने मेवाड ने आजाद करवा माटे लडे छे। अने ए ज्या सुधि अमारा राजा महाराणा ने जित नही मडे त्या सुधि अमे कोइ दिवस घरसंसार नही मान्डीये अने ते वात सांभणीने राणा ने ते दिवसे दिल्लि जीत्यु होय एेटलो अानंद मड्यो। के मारि प्रजा मारी रयत अने मेवाड मने केटलो प्रेम करे छे ए दिवसे राणा बोल्या के ज्या सुधी मारु मेवाड आजाद नही थाई त्या सुधी हू मिष्ठान नही जमु अने मारी थाडी मा चपटी धूड नाखी ने जमु ई महाराणो कहेवायो भाई
आने विर सावज केवाय आना उजडा इतिहास होय
🚩🙏जय माताजी 🙏 🚩
રાજપૂત સમાજ ને વ્યસન મુક્ત બનાવીએ
રાજપૂત સમાજ ને વ્યસન મુક્ત બનાવીએ.
રાજપૂતો ના રાજ/સન્માન/માન પાછા લાવવા હોય તો આટલુ ધ્યાન રાખજો..
આજે બીજા સમાજમા રાજપુતોની એવી છાપ ઉભી થઇ ગઇ છે કે બાપુ તો ગારૂ કાઢી ને બઘા સાથે દારૂ પી ને ઝગડે છે. આમને મકાન ભાડે પણ નો અપાય ને નોકરી પણ નહી. પણ એ લોકો ને હવે ભાન થઇ ગયુ છે કે રાજપુત કરતા તો બીજા બધા ઘણી કોમના વધારે દારૂ પીવા લાગ્યા છે. અને હવે અવિસ્વાસુ તો બધે વધી ગયા હોય એવુ લાગી રહ્યુ છે.પણ આજે પણ ભલે બીજી કોમો રાજપુત કોમ ને બુરૂ ભલુ કહે પણ તેના પર બધા વિસ્વાસ તો મુકે જ છે કેમકે રાજપુતો બીજાને ભલે ગમે તે બોલે કહે પણ રાજપુત એના લેવલથી હલકી કક્ષાએ કોઇ દિવસ નીચે જતો નથી.
આ 31 st એ કે કોઇ પણ પ્રસંગ માં મહેરબાની કરીને બહુ હરખાઇને કોઈપણ પ્રકારનુ વ્યસન કરવુ નહી.
આપણા સમાજના અગ્રણીઓ. નેતાઓ. સામાજીક કાર્યકરો. સંતો.અને બીજા ઘણા બધા રાજપૂત સમાજને વ્યસન મુક્ત કરવા માટે સતતપણે પ્રયત્ન કરે છે.
તો આજ થી આપણે માતાજીની સોગંધ ખાઈને નક્કી કરીએ કે આજ થી જ હું રાજપૂત, ક્ષત્રિય કૂડમા જન્મેલ હોવાનાં નાતે પાન, માવા, બીડી, સીગારેટ, પડીકી, વિમલ, ગુટકા દારૂ, બિયર, કે કોઇપણ પ્રકારના આવા વ્યસની ચીજો ને ખાઇશ પીશ નહિ. અને આ વસ્તુ બિજા ખાય તેમ પ્રોત્સાહીત પણ નહિ કરૂ. કે મારા રાજપૂત સમાજના કોઇપણ ભાઈઓને નહી ખાવા/પીવા નહિ દઉ, સમાજના ભણેલા-ગણેલા અને વ્યસન ના હોય તેવા વડીલો મીત્રોને પણ નમ્ર વિનંતી છે. કે તેઓ વ્યસન રોકવામાં સમાજ ને સહકાર આપે.
આપ સર્વેને ખબર જ છે કે ઘણા રાજપુત સમાજના ભાઇઓ પાસે આખે આખા ગામોની જાગીર હતા, એમના એક બે પેઢી પેલાના પુર્વજોના વડીલોના ખોટા વ્યસનો ના કારણે આજે આ નવી પેઢી ને લાચારી અને નોકરી કરવી પડે તેવુ દેખાઇ રહ્યુ છે અને આજે આપણે 50-100 વીઘામાં ખેતી કરવી પડી છે. તો આપણે વ્યસનમા પૈસા અને કિમતી શરીર ના બગાડીયે અને આવનારી નવી પેઢી માટે કઇક કરી બતાવીએ. અને જે ભુતપુર્વમા ભુલ થઇ તે હવે ફરીથી આવી ભૂલ ના કેમ..
મારે એક દિવસ એવો જોવો છે કે આખા ગુજરાત ના તમામ રાજપૂતો તદ્દન વ્યસન મુક્ત હોય.જેથી આપણુ શરીર અને ફાલતુમા ખર્ચ થતા પૈસા બચી શકે..
બસ જે દિવસે સમગ્ર ગુજરાતના રાજપૂતો વ્યસન મુક્ત થઇ ગયા ને સાહેબ
એ દિવસે સમજજો કે ગુજરાતમાં રાજપૂતો નુ સન્માન/માન પાછુ આવ્યુ..
કાયર ઝુકે, ઝુકે મુઘલ, ઝૂકે જગ સારા.
પર કભી નહી ઝુકા હમારા રાજપૂતાના.
🚩જય માતાજી 🚩
🚩જય રાજપૂતાના 🚩
ક્ષત્રિયો એક બનો
મિત્રો..
અંગ્રેજોને જ્યારે ભારતમા રાજ કરવાની ઈચ્છા હતી ત્યારે ત્યારે એમને પ્રથમ કાયૅ ક્ષત્રિયો અને રાજપુતોની એકતામાં આગ લગાડવાનું તોડવાનુ કરવું પડ્યુ હતું કારણ કે તેમણે ખબર હતી કે જો ક્ષત્રિયો અને રાજપુતોની એકતા તોડવામાં નહિ આવે. તો આપણે ભારત પર રાજ તો શું? પણ ભારતની ધરતી પર પડેલી રાખ કે ધુડ ને પણ અડી શકીશુ નહી.એટલે એમને સૈા પ્રથમ કાયૅ રાજપુતો આપણી એકતા તોડવાનુ ક્યૂૅ હતુ. ને જ્યારે આપણી ક્ષત્રિયો -રાજપુતો ની એકતા નબળી પડી ત્યારે જ તેઓ ભારત પર પગ મુકી શક્યા હતા. અને ભારત પર રાજ કરી શક્યા હતા. ને આજે વષૉ પછી પણ આપણે એજ અંગ્રેજોની મેલી મુરાદનો ભોગ બની રહ્યા છીએ. આજે સિંહોની એકતા માટે સિંહોને એકઠા થવુ/કરવા પડે છે. આજે ક્ષત્રિય-રાજપુત સમાજની એકતા માટે ક્ષત્રિય રાજપુત સમાજે ઠેર-ઠેર સભાઓ ભરવી પડે છે. કારણ કે આપણી ક્ષત્રિય અને રાજપુત સમાજની એકતામાં અપંગતતા આવી ગઇ છે. આપણી ક્ષત્રિય રાજપુત સમાજમાં એકતાનો ઉજાસ ઝાંખો પડી ગયો છે. એક સમય હતો કે બે જાતિ/જ્ઞાતી વચ્ચે એકતા તૂટે કે ઝગડો થાય તો તરત જ હાકલ પડે કે "જાઓ જઇને કોઇ બાપુ ને ક્ષત્રિયને બોલાવો.જાઓ" એટલે એમને બંન્નેને એકતાના તાંતણે બાંધશે.પરંતુ આજે સમય એ આવીને ઉભો રહી ગયો છે કે એકતાના ઓજસ પાથરનાર એ ક્ષત્રિય રાજપુતોને જ આજે એકતા માટે સભાઓ ભરવી પડી રહી છે. કારણ કે આપણી એ એકતાનું અસ્તિત્વ આજે જોખમાઇ ગયું છે. પટેલ હોય તો "ભાઇ" લાગે;ગઢવી હાેય તો "દાન" લાગે અને પંડ્યા હોય તો નામની પાછળ "કુમાર" વિગેરે શબ્દ લાગે પરંતુ ક્ષત્રિય-રાજપુતનું નામ આવે એટલે તરત જ "સિંહ" શબ્દ લાગી જાય કારણ કે આપણો ક્ષત્રિય-રાજપુતનો જન્મ જ સિંહ જેવી શૂરવીરતાથી પંકાયેલો છે.
સત્કમૉ અને સદગુણોથી પંકાયેલો છે. જંગલમાં નાના નાના પશુ-પ્રાણીઓ વચ્ચે ડખો થાય ત્યારે સિેહ જઇને સમાધાન કરે. સિંહ જઇને ન્યાય કરે ને બધાને સંપીને રહેવાની સલાહ આપે પરંતુ આજે એ સૌને સંપીને રહેવાની સલાહ આપનાર ક્ષત્રિય-રાજપુત સમાજ જ સંપ માટે સભાઓ/મીટીંગો ભરી રહ્યો છે. હવે સમય બદલાઇ ગયો છે ને સદીઓ પણ બદલાઇ ગઇ છે તો શા માટે આપણે એ એકતાની સાંકળને ફરીથી મજબુત ના બનાવીએ. એક થશુ તો અનેક થશુ અને અનેક થશુ તો જ સંગઠીત થશુ તો અધિકાર થશે ને અધિકાર થશે તો કોઇની તાકાત નથી કે આપણને કે આપણા સમાજ વિશે કોઈ ખોટુ બોલી જાય કે આપણા અધિકાર થી અળગા રાખી શકે.
🚩જય માતાજી🚩
Vision and Mission
Vision and Mission
The RajputanaRevolution Blog is dedicated to all Real Rajput people around the World. We all know that, being born in Rajput Family itself is the Proud. Our mission is to update information and encourage the evolution of a greater Rajput community. The intent of this blog is to provide an environment, information where traditions, cultures, and ideas may come together through a dynamic and engaging medium. It is our hope that by providing a stage for cultural, social, and professional interaction, we will help bridge a perceived gap between our native land and our new homelands. We also hope that this interaction within the community will allow us to come together as a group, and subsequently, contribute positively to the world around us.
Registration :
Welcome to RajputanaRevolution.blogspot.in We are attempting to connect Rajput people around the world.
Come Join us and be the part of Largest Rajput Community.
If you would like to be member than you need to join our blog or facebook group / page which mentioned on blog.
According to our Privacy Policy we do not share your contact or personal information with any person or company for any Marketing purpose. so Don't hesistate to join with us.
Thank You.
|| Jay Mataji ||
એક સાચો ક્ષત્રિય સીંહ
વગડા માં સતર અઢાર વરસ ની દિકરી ને એકલી જોઈ ને ઘોડેસવાર એના પાસે ગયો,
પાસે જઈ પૂંછ્યું ‘ બેટા , એકલી છો ?
” હા ,બાપુ ! માવતર તો નાનપણ માં મરી ગ્યાં છે એકલી છું,
બેટા એમ નથી કે તો પણ વગડા માં દુર દુર સુધી કોઈ દેખાતું નથી,
તો તને તારી આબરૂ જોખમાવા ની બીક નથી લાગતી ?
”ત્યારે એ દિકરીએ કહ્યું ” બાપુ , જોગીદાસ ખુમાંણ નું બહારવટું હાલતું હોય ,
તો કોની માની તાકાત છે કે બેનું દિકરીયું સામીં કુડી નજર કરે ?
”એ ઘોડેસવાર ત્યાંથી ચાલતો તો થઈ ગયો ,
પણ એ ઘોડેસવાર બીજું કોઈ નહી પણ બહારવટિયો જોગીદાસ ખુમાણ પોતે હતો. એણે મનોમન ભગવાન ને પ્રાર્થના કરી ’‘ હે ભગવાન, મારૂં બહારવટું પાર પડે કે ન પડે એની મને પરવા નથી,
મારો ગરાસ મને પાછો મળે કે ના મળે એનીય મને ચિંતા નથી,
ઈતો જીવીશ ત્યાં લગી ઝુઝીશ,
પણ પ્રભુ , મારી આબરૂ જીવું ત્યાં લગી આવી ને આવી રાખજે,
ઓઢીને કાળી કામળી ગૌધણ કન્યા ચારતી ,
બરકી હતી એને બા ’ રવટિયે લેશ પણથડકી ન’ તી ,
હું બીઉં તો બાપુ દુધ લાજે જોગીદાસની જણ નારી નાં,
એવી વટ વચન ને શૌર્ય વાળી કોમ છે સૌરાષ્ટ્ર માં...
વા ફરે, વાદળ ફરે, ફરે નદી ના પુર પર દરબાર બોલ્યા ના ફરે, ભલે પછી પશ્રિમ ઊગે સુર...
ક્ષત્રિયોમાં અને સિંહ માં ફેર એટલો છે કે ક્ષત્રિયોના નામ ની પાછળ સિંહ લખાય અને એક વનરાજ કેશરી એને પણ સિંહ કેવાય પણ ઈ સિંહ માં અને ક્ષત્રિય ના સિંહ મા ફેર એટલો છે કે સિંહ ગાય નેય મારે અને ગધેડા નેય મારે જ્યારે ક્ષત્રિયનો દિકરો છે એનો વાર કોઈદિ ગાય ઉપર નો હોય,
ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ નું બિરૂદ ધારણ કરેલા છે એટલે સિંહથી સવાયા ક્ષત્રિયો કેવાય છે એટલે એના નામ ની પાછળ સિંહ લગાડવા માં આવે છે,
ગમે એને સિંહ ન લગાડી શકાય,
એનો કોઈદિ ગાય ઉપર વાર નો હોય..
"ધરા શિષ સો ધરે, મરે પણ ખેદ ન મુકે,
અને ભાગે સો નહિ લડે શૂરવ્રત કદિ ન ચુકે,
નિરાધાર કો દેખ ,
દિયે આધાર આપબલ,
અને અડગ વચન ઉચ્ચાર,
સ્નેહ મેં કરે નહિછલ.
પરસ્ત્રીંયા સંગ ભેટે નહિં,
ધર્ત ધ્યાન અવધૂત કો,
કવિ સમજ ભેદ પિંગલ કહે,
યહિ ધર્મ 'રાજપૂત' કો ...
"ગમે એને " ગરાસિયા " નો કેવાય.
અર્ધી રાત વીતી ગઈ હતી. ચારે તરફ સોંપો પડી ગયો હતો. છતા સૌરાષ્ટ્રના સંત સાસતિયા કાઠીને ત્યાં પાટની પૂજનવિધિ પ્રસંગે ભજનમંડળી જામેલી હતી અને જરાય મંદ પડી ન હતી. મંજીરા વાગતા હતા અને એક પછી બીજુ ભજન ચાલુ જ રહેતુ હતુ.
સાસતિયા કાઠી જાગીરદાર હતો અને તેની પાસે તોરી નામની એક પાણીદાર ઘોડી હતી. તોરી ધોડીની ખ્યાતિની વાતો કચ્છના બહાદુર બહારવટિયા જેસલ જાડેજાને કાને આવી. જેસલે આ જાતવંત ઘોડીને કોઈપણ રીતે પ્રાપ્ત કરી લેવાનો નિશ્ચય કર્યો. એટલા માટેજ લાગ જોઈને જેસલ જાડેજા સૌ ભજનમાં વ્યસ્ત હોય ત્યારે નજર ચૂકવીને તોરી ઘોડી ઉઠાવી જવા અહીં સોસતિયા કાઠીના ઠેકાણે આવી પહોંચ્યો હતો.
આવતા વેંતજ જેસલ કાઠીરાજની ઘોડારમાં પેસી ગયો. પાણીદાર તોરી ઘોડી જેસલને જોતાજ ચમકી અને ઉછળતી, કૂદતી લોખંડનો ખીલો જમીનમાંથી ઉખેડીને બહાર નીકળી ગઈ. ઘોડીને ભડકેલી જોઈને તેના રખેવાળે ઘોડીને પકડી, પટાવી અને પંપાળીને તેને ફરી બાંધી દેવાની કોશિશ કરી.ઘોડીના રખેવાળને ઘોડી સાથે જોઈને ઘોડી લૂંટવા આવેલો જેસલ જાડેજા ઘાંસના ઢગલા નીચે છુપાઈ ગયો. રખેવાળે ઘોડીના ખીલાને ફરીથી જમીનમાં ખોપી દીધો પરંતુ બન્યુ એવુ કે એ ખીલો ઘાસની અંદર પડી રહેલા જેસલ જાડેજાની હથેળીની આરપાર થઈને જમીન મહીં પેસી ગયો. તોરી ઘોડી લેવા આવેલા બહારવટિયા જેસલની હથેળી ખીલાથી વીંધાઈ ગઈ હતી અને પોતે પણ જમીન સાથે સખત રીતે જકડાઈ ગયો હતો. આમ છતા પોતે અહીં ચોરી કરવા આવ્યો હોવાથી તેના મોઢામાંથી એક સીસકારો સુદ્ધા ન નીકળ્યો અને મૂંગો જ પડ્યો રહ્યો.
આ તરફ પાટ પૂજન પૂરુ થતા સંત મંડળીનો કોટવાળ હાથમાં પ્રસાદનો થાળ લઈ પ્રસાદ વહેંચવા નીકળ્યો. પણ સૌને પ્રસાદ વહેંચાઈ જતા એક જણનો પ્રસાદ વધ્યો. કોના ભાગનો પ્રસાદ વધ્યો એની પછીતો શોધખોળ ચાલી.
એટલામાં ઘોડીએ ફરીથી નાચ-કૂદ શરૂ કરી દીધી. ઘોડીના રખેવાળને થયું કે ઘોડારમાં નક્કી કોઈ નવો માણસ હોવો જોઈએ. અંદર આવીને જોયું તો ખીલાથી વીંધાઈ ગયેલી હથેળીવાળા જેસલ જાડેજાને જોયો. લોહી નીતરતા હાથ જોઈને રખેવાળના મોઢામાંથી અરેરાટી નીકળી ગઈ. જેસલ ખીલો હાથમાંથી કાઢવાનો પ્રયત્ન કરતો હતો એ જોઈને ઘોડીના રખેવાળે તેને મદદ કરી. ખીલો કાઢ્યો અને કાઠીરાજ પાસે લઈ ગયો.
કાઠીરાજે હથેળી સોંસરવો ખીલો જતો રહ્યો હોવા છતા ઉંહકારો પણ ન કરવાની વીરતા બદલ જેસલ જાડેજાને બિરદાવ્યો અને નામ ઠામ પૂછ્યું. જેસલ જાડેજાએ કહ્યું કે હું કચ્છનો બહારવટિયો છું અને તમારી તોરીને લઈ જવા અહીં આવ્યો છું. કાઠીરાજે કહ્યું કે ‘તે એક તોરી રાણી માટે આટલી તકલીફ ઉઠાવી? ‘તો જા એ તારી’ એમ કહીને સાસતિયા કાઠીએ પોતાની તોરલને અર્પણ કરી દીધી. જેસલે કાઠીરાજની ગેરસમજ દૂર કરતા કહ્યું કે હું તો તમારી તોરી ધોડીની વાત કરતો હતો. એટલે સાસતિયા કાઠીએ કહ્યું કે એમ? તો ધોડી પણ તમારી. ખુશીથી લઈ જાઓ. જેસલ જાડેજાને આમ એક જ રાતમાં તોરી ધોડી અને તોરલ રાણી મળી ગઈ.
તોરલને સાથે લઈને જેસલ કચ્છ તરફ ચાલ્યો. રસ્તામાં બહાદુરી બતાવવા જેસલે ગાયોનું અપહરણ કર્યું. આ ગાયોને ધ્રોળ પાસે તરસ લાગી તો જમીનમાં ભાલો મારીને પાણી કાઢી પાણી પીવડાવ્યું. ધ્રોળ(જામનગર જિલ્લો) નજીક આજે પણ જેસલ-તોરલનું સ્થાનક છે જ્યાંથી આજે પણ પાણીનો અખંડ પ્રવાહ વહે છે એમ કહેવાય છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે દરિયા માર્ગ આવતો હોવાથી જેસલ તોરલ વહાણમાં બેઠા. બરાબર મધદરિયે એકાએક વાદળા ચડી આવ્યા. ભયંકર સૂસવાટા સાથે પવન ફૂંકાવા માંડ્યો. દરિયામાં તોફાન આવ્યુ. ડુંગર જેવા મોજા ઉછળવા લાગ્યા. વહાણ ડોલમડોલ થવા લાગ્યું. અચાનક પલટાયેલો માહોલ જોઈને જેસલને લાગ્યું કે વહાણ હમણાં ડૂબી જશે. અનેક મર્દોનું મર્દન કરનાર જેસલ આજે કાયરની માફક કાંપવા લાગ્યો. સામે તોરલ શાંત મૂર્તિ સમી બેઠી હતી. એના મુખ પર કોઈ ભય ન હતો પણ શાંત તેજસ્વિતા હતી. જેસલને આ જોઈને લાગ્યું કે મોતથી ન ગભરાતી આ નારી સિદ્ધિશાળી સતી છે. એનામા જેસલને દૈવીશક્તિ દેખાવા લાગી. જેસલનું સઘળું અભિમાન ઓગળી ગયું અને તે સતીના ચરણોમાં ઢળી પડ્યો. તેણે આ ઝંઝાવાતમાંથી બચવા માટે તોરલને વિનંતી કરવા માંડી. તોરલે જેસલને પોતે કરેલા પાપો જાહેર કરવાનું કીધું. ગરીબ ગાયની માફક જેસલ પોતાના પાપોનું પ્રકાશન કરવા લાગ્યો. એના અંતરની નિર્દયતા નષ્ટ થઈ ગઈ, અભિમાન ઓગળી ગયું અને બીજી તરફ સમુદ્રનું તોફાન શાંત થઈ ગયું. થોડા જ સમયમાં બહારવટિયા જેસલના જીવનમાં ધરમૂળનો પલટો આવી ગયો અને તેનો હદય પલટો થઈ ગયો.
જેસલને જ્યારે દરિયામાં મોત દેખાયું ત્યારે તેનું બધુ અભિમાન ઓગળી ગયું. મોતથી તે પારેવાની માફક ડરવા લાગ્યો અને તેની શૂરવીરતા પણ નાની પડવા લાગી. આ પછી તેને જે ફિલોસોફી લાધી એ જેસલ તોરલની કથાનો નિચોડ છે જે આપણે લઈ શકીએ છીએ આપણી જિંદગી ઉજાળવા માટે.
આજથી પાંચસો વર્ષ પહેલા કચ્છ કાઠિયાવાડમાં જેસલ જાડેજાની હાક વાગતી. જેસલ દેદા વંશનો ભયંકર બહારવટિયો હતો. કચ્છ-અંજાર એનું નિવાસસ્થાન હતું.અંજાર બહારના આંબલીયોના કિલ્લા જેવા ઝુંડથી એનું રક્ષણ થતુ હતુ. જેસલ રાઉ ચાંદાજીનો કુંવર હતો અને અંજાર તાલુકાનું કીડાણું ગામ એને ગરાસમાં મળ્યુ હતુ પણ ગરાસના હિસ્સામાં વાંધો પડતા એ બહારવટે ચડ્યો હતો. જેસલ બહારવટિયો સતી તોરલના સંગાથથી આગળ જતા જેસલપીરના નામે પ્રખ્યાત થયો.
એ સમયે હાલનું અંજાર સાત જુદા જુદા વાસમાં વહેંચાયેલુ હતુ. સાતે વાસ એ સમયે અજાડના વાસ તરીકે ઓળખાતા. અંજારમાં હાલ સોરઠિયા વાસને નામે ઓળખાતું ફળીઉં એ જૂના વખતનો મુખ્ય વાસ હતો. એનું તોરણ વિક્રમ સંવત ૧૦૬`માં કાઠી લોકોએ બાંધ્યુ હતુ. એ વાસનો ઝાંપો હાલ અંજારની બજારમાં મોહનરાયજીનું મંદિર છે ત્યાં હતો. અંજારની બહાર ઉત્તર તરફ આવેલા આંબલિયોના ઝુંડ એ વખતે અતિ ભયંકર અને એવા ખીચોખીચ હતા કે તેની અંદર સૂર્યનારાયણના કિરણો પણ ભાગ્યે જ પ્રવેશી શકતા. આ અતિ ગીચ વનનું નામ કજ્જલી વન રાખવામાં આવ્યું હતું. જેસલ જાડેજા આ વનમાં વસતો હતો. ચારે તરફ એના નામની ધાક પડતી. મારફાડ અને લૂંટફાટ એ એનો ધંધો હતો. એણે એટલા પાપ કર્યા હતા કે જેનો કોઈ પાર ન હતો. પરંતુ ઉપરના દરિયાના બનાવ પછી જેસલ સુધરી ગયો હતો અને ભક્તિમાં સમય ગુજારવા લાગ્યો હતો.
એક વખત જેસલની ગેરહાજરીમાં એમને ત્યાં એક સંતમંડળી આવી. ઘરમાં સંતોના સ્વાગત માટે પૂરતી સામગ્રી ન હોવાથી મૂંઝાયેલા સતી તોરલ સધીર નામના મોદી વેપારીની દુકાને ગયા. વેપારીની દાનત બગડી અને તોરલ પાસે પ્રેમની યાચના કરી. તોરલે માગણીનો સ્વીકાર કર્યો અને રાત્રે આવવાનું વચન આપી જોઈતી ચીજ વસ્તુઓ લઈ લીધી. સંત મંડળીનો ઉચિત સત્કાર કર્યો.
રાત પડતા ધોધમાર વરસાદ શરૂ થયો. સતી તોરલ વરસતા વરસાદે વચન પાલન કરવા સધીરને ત્યાં પહોંચી. સધીરે જોયું કે સતી તોરલના કપડા પર પાણીનું એક બુંદ સુદ્ધા ન હતું. આ ચમત્કાર જોઈને તેની સાન ઠેકાણે આવી અને સતીના પગે પડી ગયો. પશ્ચાતાપ કરતો એ વાણિયો સતીનો પરમ ભક્ત બની ગયો.
એ સમયે કચ્છમાં જેમ જેસલ અને તોરલ પવિત્ર વ્યક્તિ તરીકે જાણીતા હતા એમ મેવાડમાં રાવળ માલદેવ અને રાણી રૂપાંદેની ગણના થતી હતી. એકબીજાના દર્શન માટે આ બે જોડા તલસતા હોવાથી જેસલ જાડેજાએ રાવળ માલદેવ અને રાણી રૂપાંદેને કચ્છ આવવાનું નિમંત્રણ આપ્યું હતુ. આથી એ બંને અંજાર આવવા નીકળી ગયા હતા પરંતુ તેઓ અંજાર પહોંચે એના આગલે દિવસે જેસલે સમાધિ લઈ લીધી હતી. રાવળ માલદેવ અને રૂપાંરાણીને આવેલા જોઈને તોરલે જેસલને જગાડવા એકતારો હાથમાં લીધો. લોકકથા કહે છે કે પછી જેસલ ત્રણ દિવસની સમાધિમાંથી જાગ્યા અને સૌને મળ્યા. તોરણો બંધાયા, લગ્નમંડપ રચાયો. જેસલ તોરલ મૃત્યુને માંડવે ચોરી ફેરા ફર્યા. એક બીજાની સોડમાં બે સમાધિઓ તૈયાર કરાવીને ધરતીની ગોદમાં સમાઈ ગયા.
કચ્છમાં કહેવાય છે કે આ બે સમાધિઓ દરેક વર્ષે જરા જરા હટતી એકબીજાની નજીક આવતી જાય છે. ‘જેસલ હટે જવભર અને તોરલ હટે તલભર’ એવી લોક કહેવત અનુસાર આ સમાધિઓ એકબીજાથી તદ્દન નજીક આવશે ત્યાર પ્રલય જેવો કોઈ બનાવ બનશે..
સર્વ મિત્રોને જય Ψ માતાજી
🏻આપણી સંસ્કૃતિ અને આપણો વારસો.
રજવાડાઓના રાજ્ય શાખા સ્ટેટ
🔰અખંડ કાઠીયાવાડ🔰
15 ઓગસ્ટ 1947 ના રોજ રાત્રી ના બાર વાગ્યે ભારત માથી ઇસ્ટ ઇંડીયા કંપની રવાના થઇ અને ત્યર બાદ ભારત દેશની સત્તા હિંદ રિયાસતી ખાતાએ સંભાળી હતી.
માર્ચ 1948 દરમ્યાન ગુજરાતના કાઠીયાવાડ પ્રાંતના રજવાડાઓનુ વીલીનીકરણ થયુ હતુ.
કાઠીયાવાડના 8 જીલ્લાઓ રાજકોટ, જામનગર,અમદાવાદ, જુનાગઢ, ભાવનગર, અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર મળીને કુલ 196 જેવા રજવાડાઓ ગીરાસીયા રાજપૂતોના તાબા મા હતા.
આમ કુલ 196 રાજ્યો પૈકી
શાખા - સ્ટેટની સંખ્યા
1). વાળા(કાઠી) - 61
2). ઝાલા - 43
3). ખાચર(કાઠી) - 29
4). જાડેજા - 27
(જાડેજા રાજપૂતો પાસે સ્વથી મોટા રજવાડાઓ હતા.)
5). ગોહીલ - 22
6). કોટીલા(કાઠી) - 03
7). ધાધલ(કાઠી) - 03
8). પરમાર - 02
9). ખવડ(કાઠી) - 02
10). બસિયા(કાઠી) - 01
11). કરપડા(કાઠી) - 01
12). પટગીર(કાઠી) - 01
13). ચુડાસમા - 01
આમ કુલ 13 શાખાઓ ના મળીને 196 રાજ્યો થાય છે.
🚩વાળા રાજપૂતો પાસે આ 61 રાજ્યો(સ્ટેટ) હતા.
1. થાણાદેવળી
2. વડીયા
3. જેતપુર
4. બીલખા
5. અકાળા
6. આલીધ્રા
7. અનિડા
8. બરવાળા
9. ભાયાવદર
10. ચાંપરાજપુર
11. ડાંગાવદર
12. હરસૂરપુર
13. ખીજડીયા(હનુમાન)
14. માનપુર
15. માયાપાદર
16. નડાળા
17. પીપળીયા
18. સનાળા
19. સરદારપુર
20. થુંભાળા
21. બગસરા(ભાયાણી)
22. બગસરા(ખારી)
23. નટવરનગર
24. હડાળા
25. કોટડાપીઠા
26. બાબરા
27. ચિંતલ
28. બળધોઇ
29. ઇશ્ર્વરીયા
30. ચરખા
31. દહીડા
32. ઢોલરવા
33. ગરમલી(મોટી)
34. ગરમલી(નાની)
35. હાલરીયા
36. ઝામકા
37. કહોર
38. કરેણ
39. ખીજડીયા(નાયાણી)
40. ખીજડીયા-2
41. લાખાપાદર
42. મોણવેલ
43. સીલાણા
44. વાઘણીયા
45. વાઘવડી
46. વેકરીયા
47. બગસરા(મોકાવાળા ની)
48. બગસરા(સામતવાળા ની)
49. ચાંચઇ પાણીયા
50. સાંથળી
51. ગઢીયા
52. પીપળલગ
53. પાંચવડા
54. આંકડીયા
55. કાનપુર
56. સરધારપુર
57. સુર્યપ્રતાપગઢ
58. હાથીગઢ
59. ઉંટવડ
60. વાવડા
61. અડતાણા
🚩ઝાલા રાજપૂતો પાસે આ 43 રાજ્યો હતા.
1. ધાંગધ્રા
2. લીમડી
3. વાંકાનેર
4. વઢવાણ
5. ચુડા
6. લખ્તર
7. સાયલા
8. રાજપુર
9. ભડવાણા
10. ભલાણા
11. ભાથણ
12. દુધરેજ
13. દેવળીયા
14. ગુંદયાળી
15. ઝામર
16. ઝાપોદડ
17. કેસરીયા
18. ખેરાળી
19. લાલીયાદ
20. પલાળી
21. તલસાણા
22. તવી
23. વણા
24. વડોદ
25. અંકેવાડીયા
26. ભલગામડા
27. ચચાણા
28. છલાણા
29. દરોડ
30. ગેડી
31. જાખણ
32. કમળપુર
33. કંથારીયા
34. કરમદ
35. કરોળ
36. ખંભળાવ
37. ખંડીયા
38. સહુકા
39. સામળા
40. ઉટડી
41. વણાલા
42. ભોયકા
43. ઝીંઝુવાડા
🚩ખાચર રાજપૂતો પાસે આ 27 રાજ્યો હતા.
1. જસદણ
2. ચોટીલા
3. પાળીયાદ
4. મેવાસા
5. ભિમોર
6. ચોબારી
7. બામણબોર
8. માત્રા ટીંબા
9. ભડલી
10. કરીયાણા
11. ઇતરીયા
12. ખાંભાળા
13. નીલવળા
14. બરવાળા(બાવીશી)
15. જાળીકા
16. વેજકડા
17. ચંદરવા
18. સુંદરીયાણા
19. ગુંદા
20. રોજીંદ
21. ભારેજડા
22. સારીંગપુર
23. સણોસરા
24. આનંદપુર
25. આનંદપુર
26. ગઢડા
27. રામપરડા
28. નીલવડા
29. સોનગઢ
🚩જાડેજા રાજપૂતો પાસે આ 27 રાજ્યો હતા.
1. ધ્રોલ
2. ગોંડલ
3. મોરબી
4. જામનગર
5. રાજકોટ
6. કોટડા
7. મિયાણા
8. ખીરસરા
9. વીરપુર
10. રાજપરા
11. ગઢકા
12. ગૌરીદડ
13. જાળીયા
14. મેગાણી
15. પલ
16. શાહપુર
17. લોધીકા(નાની)
18. લોધીકા(મોટી)
19. ધ્રાફા
20. સાતુદડ
21. કાંગસીયાળી
22. કોટડા(નાયાણી)
23. મહુવા(નાના)
24. મુળીલા
25. સિસાંગ
26. વીરવા
27. રોઝવા
🚩ગોહીલ રાજપૂતો પાસે આ 22 રાજ્યો હતા
1. ભાવનગર
2. પાલિતાણા
3. લાઠી
4. વલ્લભીપુર
5. અમલપુર
6. ભોજાવદર
7. ચામરડી
8. ચીત્રાવાવ
9. ધોળા
10. ગઢડી
11. ગઢુલા
12. કટોઠીયા
13. ખીજડીયા(ડોસાજી)
14. લીબડા
15. પછેગામ
16. પચવાડા
17. રતનપુર
18. ટોડા
19. વડોદ(દેવાણી)
20. વાંગધ્રા
21. વાવડી(ઘરવાડા)
22. ગંધોલ
🚩કોટીલા રાજપૂતો પાસે આ 3 રાજ્યો હતા.
1. ગીગાસણ
2. ડેડાણ
3. ડેડાણ(મજમુ)
🚩ધાધલ(રાઠૌડ) રાજપૂતો પાસે આ 3 રાજ્યો હતા.
1. ચાંચરીયા
2. રેફડા
3. ધાંધલપુર
🚩પરમાર રાજપૂતો પાસે આ 2 રાજ્યો હતા.
1. મુળી
2. મુંજપર
🚩ખવડ રાજપૂતો પાસે આ 2 રાજ્યો હતા.
1. સુદામડા
2. સેજકપુર
🚩બસિયા રાજપૂતો પાસે આ 1 રાજ્ય હતુ.
1. ખોખરીગઢ(ગળથ)
🚩કરપડા રાજપૂતો પાસે આ 1 રાજ્ય હતુ.
1. રાણપરડા
🚩પટગીર રાજપુત પાસે આ 1 રાજ્ય હતુ.
1. કુંડળ
⛳ ચુડાસમા રાજપુત
પાસે એ 1 રાજય હતુ.
1.ગાંફ
આ 196 રાજ્યો ઉપરાંત થોડા રાજ્યો બાબી, સૈયદ,સિદી અને નાગર ના હતા.
🙏 જય માતાજી
જય ભવાની
જય કાઠીયાવાડ🔰
ભાલના રા"વંસજ ચુડાસમાના મોટા દીકરા અને મોટા ભાણેજ ના જમણા કાનમાં પહેરાતી કળી વીષે..
વંથલી સોરઠ થી રા"રાયસલજી લશ્કરી કટક સાથે જ્યારે ધંધુકા આવી રાધોમેરને હરાવી ધંધુકા જીતીને કાળ ક્રમે પોતાની ગાદી ધંધુકા થી બદલીને સવંત 1628 ના પોતાની ગાદી ગોરાસુ સ્થાપી.અને રા"ખેંગાર ત્રીજા ધારીની માઁખોડીયાર ના આશિઁવાદ થી રા"વંશમાં મોટા કુંવરને ક્યારેય નિઁવઁશ નહી રહે. તેવા માઁના આશિઁવાદ મળેલા. નામદાર ઠાકોર સાહેબ. રા"રાયસલજીબાપુ ભાયોમાં મોટા હોવાથી. અને માઁ ખોડીયારના અન્નન્ય ભક્ત હોવાથી માતાજી એ રાયસલજી નેવચન આપ્યુ. તુ જ્યાં પણ તારા રાજ્યની સ્થાપના કરશ ત્યાં તારા રાજ્યમાં હું આપ મેળે પ્રગટી કાયમ તારા કુળની ચળતી રાખીશ. માઁ ખોડલ ને પગે ખોટ હોવાથી ખોડી ઉપર થી ખોડલ કહેવાયા છે. અખંડ બત્રીસ લક્ષણા રા"વંશી રાજપુતે માંખોડલને સહાયક કુળદેવી તરીકે સેવી છે.એ સમયે રા"ના મોટા દીકરા ને સસ્ત્રથી નજીવી ખોટ ઉભી કરાતી.જેથી માઁ એ પ્રસંન્ન થઇને વચન આપેલુ કે તમારા રા" કુળ ની પેઢી નિરવંસ નહી રહે. ગમે તેવા કપરા સમયમા પણ માઁ રા"વંશની સહાય કરતી રહેશે.પણ ભાવના અને શ્રધ્ધા સાચી હશે તો. ચુડાસમા કુળ ના કુળદેવી માઁભવાનીના આશિઁવાઁદ થી શરૂઆતમાં ભાલના ગામ ટિલાઇટના (મોટાદીકરા) પોતાની ઓળખ અને માતાજીના વચનના બાનારૂપે જમણા કાને ચાંદીની કડી (વાળી) પહેરવાની શરૂઆત થઇ.ગમે તેને આ કડી પહેરવાનો હક નહોતો ગામનો મોભી કેજે ભવિષ્યમાં તેના પરગણા જાગીરનો જે સિધ્ધોજ વારસદાર હોય.પ્રજા પણ આ કડી જોઇ તેના પ્રતિનીધીજ માનતી.ગમે તેવા અબજો પતિ હોય તો પણ કડી તો માતાજી દ્વારા મળતી ચાંદીનીજ પહેરવાની હોય છે. (જે ગોરાસુ માં ખોડીયારના ત્રિસુલ ના વચ્ચેના ભાલે થી ચાંદીનો તાર. કર. દરમ્યાન પ્રગટ થતો.) તેજ વાળા ની વાળીથી સિધોજ કાન વિંધવામાં આવે છે. જરાપણ તકલીફ પડતી નથી. આ વાળી (કડી) ફક્ત ભાલના 52 ગામના રા"વંસીજ પહેરી શકેછે. અમુક ટિલાઇટ ના મોટા ભાણેજ જ્યારે નિવઁશ જતા ત્યારે દીકરી ઓની આજીજીથી મોટા ભાણેજ ને પણ કળી પહેરવાની શરૂઆત થઇ . ફ્ક્ત ટિલાઇટ કુટુંબ દ્વારા પહેરાતી કળી કાળ ક્રમે ગામના દરેક મોટા દીકરા ને પહેરાવાની શરૂઆત થઇ ગઈ.
(આજે ભાલના ગામો સિવાયના ચુડાસમા પણ સોનીની દુકાને જઇ કળી પહેરે છે. 5-7 કે 25 વષઁથીજ તેઓને બીજી કાંઇ ખબર નથી ફક્ત દરબાર છીએ. અને ફેસન ખાતર)
પછી માઁખોડીયાર ના પાઠ અને દાણા જોઇ મંજુરી લઇ માઁના આદેશ થી ભડીયાદ ગામે બીરાજતા ઇષ્ટકુળદેવી માઁભવાની મંદીરે ચુડાસમાના મોટા દીકરા ને કળી પહેરવાનુ નક્કી થયુ. અને ભાણેજને ગોરાસુ કર કરી અને કળી પહેરવાની સરૂઆત થઇ. આજે પણ મોટા દીકરાએ લગ્ન પહેલાથી કળી પહેરી હોય તેનો નિરવંશ જતો નથી.આયઁ સમાજથી અંજાયેલા ગામો વધારે હોવાથી ધણા આ વાત માનતા નહી તેઓએ લગ્ન બાદ કળી પહેરવી પડી છે.એવા દાખલા ગામે -ગામ જોવા મળે છે. ( ભાલના ગામોના ચુડાસમાના મોટા દીકરા અને મોટા ભાણેજને જ આ લાગુ પડેછે.)
ગોરાસુ ખોડીયાર મંદીર થી આથમણે ડોઢ કી.મી દુર માઁ સિકોતેર માતાજી બીરાજે છે. એ જગ્યા પણ જાગતી જ્યોત છે. એક વખત એવો દુષ્કાળ પડ્યો કે ભાલની સૂકી ધરતી ઉપર વરસાદ નો છાંટોય ન થયો. આવા દુષ્કાળમાં માણસો તો ઠીક પણ ગાયો ભાલની ખારી ધુળ ચાટી મરવા વાંકે જીવે છે. ત્યારે ગોરાસુ ગામના ગોવાળ ભગતે પોતાની ગાયો તરસથી મરતી હતી. તેને બચાવવા માતાજી સામે હઠ લઇ ત્યાંજ ભુખ્યા તરસ્યા પ્રાણ દેવાની જીદ કરી માઁ સિકોતેરનો છેલ કુવો આપ મેળે છલકાવા લાગ્યો અને ગાયો એ ભરપેટ તરસ બુજાવી આજે પણ આ છેલકુવાનુ પાણી જમીનથી ઊપર રહે છે. ગમે તેવા દુષ્કાળમા પણ પાણી ઓછુ થતુ નથી. જેના દશઁનનો એક લહાવો છે.(લગ્નના કર માટે આવતી દીકરીને શ્રીફળ રૂપીયો છેલ કુવામાં પધરાવુ પડે છે. ) ભરવાળ ભાયો ખુબ સેવા કરેછે.. રા"વંશના કુંવારા દીકરી માઁના દશઁન કરી શકતી નથી. દીકરીના લગ્ન સમયે ગોરાસુ થી ખુલ્લા પગે ખુલ્લા વાળ રાખી જગદંબા સ્વરૂપે પ્રથમ વખત માતાજી સામે જાય છે. માઁ સિકોતર તે દીકરીના કાપડામાં સાસરે સાથે જાય છે. અને દીકરીની ગમે તેવા કપરા સમયમાં પણ રક્ષણ કરે છે. ભાલના ચુડાસમાના દીકરીને માઁ સિકોતેરનુ વચન છે. કે તેને પહેલા ખોળે દીકરાનો જ જન્મ થશે. આજે પણ 90% ટકા કીસ્સામાં આ વાત સાચી પુરવાર થાય છે. ( જો કરમાં ભુલ રહે તો જ દીકરીનો જન્મ થાય છે.) આવુ માનવામાં આવે છે. અને આવુ બને પણ છે.
આ હકીકત પહેલી વખત જાહેર કરવામાં આવી છે.
આ જાજરમાન (યદુ) કૃષ્ણકુળ ચંદ્રવંશ છે.
રા"વંશી સાથે માઁ ભવાની. માઁ ખોડીયાર. માઁ સિકોતેર. માઁ વરૂડી કાયમ.સહાયે રહી છે.
આજે પણ સ્મરણ કરનારને ગેબી શક્તિ મળે છે. કોઇ કામ અટકતા નથી......."જયહો" રા"વંશ
અસ્તુ.... જયભાલ ધણીયાણી માઁભવાની....
આ માહીતી મધ્યપ્રદેશ રહેતા આપણા બારોટજી ના વડવા પાસેથી સ્વઅક્ષર મળેલ છે. આ બાબત આપણા બારોટજીને મળી નહી જે અમે તેમના જ સંગ્રહમાંથી કોઈ એ શોધી છે. ગાંફ ઠાકોર સાહેબના પેઢી આંબા સાથે મળી આવેલ આ માહીતી છે.













