Welcome to RajputanaRevolution Blog

ભાલના રા"વંસજ ચુડાસમાના મોટા દીકરા અને મોટા ભાણેજ ના જમણા કાનમાં પહેરાતી કળી વીષે..

ભાલના રા"વંસજ ચુડાસમાના મોટા દીકરા અને મોટા ભાણેજ ના જમણા કાનમાં પહેરાતી કળી વીષે..





વંથલી સોરઠ થી રા"રાયસલજી લશ્કરી કટક સાથે જ્યારે ધંધુકા આવી રાધોમેરને હરાવી ધંધુકા જીતીને કાળ ક્રમે પોતાની ગાદી ધંધુકા થી બદલીને સવંત 1628 ના પોતાની ગાદી ગોરાસુ સ્થાપી.અને રા"ખેંગાર ત્રીજા ધારીની માઁખોડીયાર ના આશિઁવાદ થી રા"વંશમાં મોટા કુંવરને ક્યારેય નિઁવઁશ નહી રહે. તેવા માઁના આશિઁવાદ મળેલા. નામદાર ઠાકોર સાહેબ. રા"રાયસલજીબાપુ ભાયોમાં મોટા હોવાથી. અને માઁ ખોડીયારના અન્નન્ય ભક્ત હોવાથી માતાજી એ રાયસલજી નેવચન આપ્યુ. તુ જ્યાં પણ તારા રાજ્યની સ્થાપના કરશ ત્યાં તારા રાજ્યમાં હું આપ મેળે પ્રગટી કાયમ તારા કુળની ચળતી રાખીશ. માઁ ખોડલ ને પગે ખોટ હોવાથી ખોડી ઉપર થી ખોડલ કહેવાયા છે. અખંડ બત્રીસ લક્ષણા રા"વંશી રાજપુતે માંખોડલને સહાયક કુળદેવી તરીકે સેવી છે.એ સમયે રા"ના મોટા દીકરા ને સસ્ત્રથી નજીવી ખોટ ઉભી કરાતી.જેથી માઁ એ પ્રસંન્ન થઇને વચન આપેલુ કે તમારા રા" કુળ ની પેઢી નિરવંસ નહી રહે. ગમે તેવા કપરા સમયમા પણ માઁ રા"વંશની સહાય કરતી રહેશે.પણ ભાવના અને શ્રધ્ધા સાચી હશે તો. ચુડાસમા કુળ ના કુળદેવી માઁભવાનીના આશિઁવાઁદ થી શરૂઆતમાં ભાલના ગામ ટિલાઇટના (મોટાદીકરા) પોતાની ઓળખ અને માતાજીના વચનના બાનારૂપે જમણા કાને ચાંદીની કડી (વાળી) પહેરવાની શરૂઆત થઇ.ગમે તેને આ કડી પહેરવાનો હક નહોતો ગામનો મોભી કેજે ભવિષ્યમાં તેના પરગણા જાગીરનો જે સિધ્ધોજ વારસદાર હોય.પ્રજા પણ આ કડી જોઇ તેના પ્રતિનીધીજ માનતી.ગમે તેવા અબજો પતિ હોય તો પણ કડી તો માતાજી દ્વારા મળતી ચાંદીનીજ પહેરવાની હોય છે. (જે ગોરાસુ માં ખોડીયારના ત્રિસુલ ના વચ્ચેના ભાલે થી ચાંદીનો તાર. કર. દરમ્યાન પ્રગટ થતો.) તેજ વાળા ની વાળીથી સિધોજ કાન વિંધવામાં આવે છે. જરાપણ તકલીફ પડતી નથી. આ વાળી (કડી) ફક્ત ભાલના 52 ગામના રા"વંસીજ પહેરી શકેછે. અમુક ટિલાઇટ ના મોટા ભાણેજ જ્યારે નિવઁશ જતા ત્યારે દીકરી ઓની આજીજીથી મોટા ભાણેજ ને પણ કળી પહેરવાની શરૂઆત થઇ . ફ્ક્ત ટિલાઇટ કુટુંબ દ્વારા પહેરાતી કળી કાળ ક્રમે ગામના દરેક મોટા દીકરા ને પહેરાવાની શરૂઆત થઇ ગઈ.
(આજે ભાલના ગામો સિવાયના ચુડાસમા પણ સોનીની દુકાને જઇ કળી પહેરે છે. 5-7 કે 25 વષઁથીજ તેઓને બીજી કાંઇ ખબર નથી ફક્ત દરબાર છીએ. અને ફેસન ખાતર)
પછી માઁખોડીયાર ના પાઠ અને દાણા જોઇ મંજુરી લઇ માઁના આદેશ થી ભડીયાદ ગામે બીરાજતા ઇષ્ટકુળદેવી માઁભવાની મંદીરે ચુડાસમાના મોટા દીકરા ને કળી પહેરવાનુ નક્કી થયુ. અને ભાણેજને ગોરાસુ કર કરી અને કળી પહેરવાની સરૂઆત થઇ. આજે પણ મોટા દીકરાએ લગ્ન પહેલાથી કળી પહેરી હોય તેનો નિરવંશ જતો નથી.આયઁ સમાજથી અંજાયેલા ગામો વધારે હોવાથી ધણા આ વાત માનતા નહી તેઓએ લગ્ન બાદ કળી પહેરવી પડી છે.એવા દાખલા ગામે -ગામ જોવા મળે છે. ( ભાલના ગામોના ચુડાસમાના મોટા દીકરા અને મોટા ભાણેજને જ આ લાગુ પડેછે.)
ગોરાસુ ખોડીયાર મંદીર થી આથમણે ડોઢ કી.મી દુર માઁ સિકોતેર માતાજી બીરાજે છે. એ જગ્યા પણ જાગતી જ્યોત છે. એક વખત એવો દુષ્કાળ પડ્યો કે ભાલની સૂકી ધરતી ઉપર વરસાદ નો છાંટોય ન થયો. આવા દુષ્કાળમાં માણસો તો ઠીક પણ ગાયો ભાલની ખારી ધુળ ચાટી મરવા વાંકે જીવે છે. ત્યારે ગોરાસુ ગામના ગોવાળ ભગતે પોતાની ગાયો તરસથી મરતી હતી. તેને બચાવવા માતાજી સામે હઠ લઇ ત્યાંજ ભુખ્યા તરસ્યા પ્રાણ દેવાની જીદ કરી માઁ સિકોતેરનો છેલ કુવો આપ મેળે છલકાવા લાગ્યો અને ગાયો એ ભરપેટ તરસ બુજાવી આજે પણ આ છેલકુવાનુ પાણી જમીનથી ઊપર રહે છે. ગમે તેવા દુષ્કાળમા પણ પાણી ઓછુ થતુ નથી. જેના દશઁનનો એક લહાવો છે.(લગ્નના કર માટે આવતી દીકરીને શ્રીફળ રૂપીયો છેલ કુવામાં પધરાવુ પડે છે. ) ભરવાળ ભાયો ખુબ સેવા કરેછે.. રા"વંશના કુંવારા દીકરી માઁના દશઁન કરી શકતી નથી. દીકરીના લગ્ન સમયે ગોરાસુ થી ખુલ્લા પગે ખુલ્લા વાળ રાખી જગદંબા સ્વરૂપે પ્રથમ વખત માતાજી સામે જાય છે. માઁ સિકોતર તે દીકરીના કાપડામાં સાસરે સાથે જાય છે. અને દીકરીની ગમે તેવા કપરા સમયમાં પણ રક્ષણ કરે છે. ભાલના ચુડાસમાના દીકરીને માઁ સિકોતેરનુ વચન છે. કે તેને પહેલા ખોળે દીકરાનો જ જન્મ થશે. આજે પણ 90% ટકા કીસ્સામાં આ વાત સાચી પુરવાર થાય છે. ( જો કરમાં ભુલ રહે તો જ દીકરીનો જન્મ થાય છે.) આવુ માનવામાં આવે છે. અને આવુ બને પણ છે. 

આ હકીકત પહેલી વખત જાહેર કરવામાં આવી છે. 
આ જાજરમાન (યદુ) કૃષ્ણકુળ ચંદ્રવંશ છે.
રા"વંશી સાથે માઁ ભવાની. માઁ ખોડીયાર. માઁ સિકોતેર. માઁ વરૂડી કાયમ.સહાયે રહી છે. 

આજે પણ સ્મરણ કરનારને ગેબી શક્તિ મળે છે. કોઇ કામ અટકતા નથી......."જયહો" રા"વંશ
અસ્તુ.... જયભાલ ધણીયાણી માઁભવાની....

આ માહીતી મધ્યપ્રદેશ રહેતા આપણા બારોટજી ના વડવા પાસેથી સ્વઅક્ષર મળેલ છે. આ બાબત આપણા બારોટજીને મળી નહી જે અમે તેમના જ સંગ્રહમાંથી કોઈ એ શોધી છે. ગાંફ ઠાકોર સાહેબના પેઢી આંબા સાથે મળી આવેલ આ માહીતી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.