Welcome to RajputanaRevolution Blog

રાજપૂત સમાજ ને વ્યસન મુક્ત બનાવીએ

રાજપૂત સમાજ ને વ્યસન મુક્ત બનાવીએ.

રાજપૂતો ના રાજ/સન્માન/માન પાછા લાવવા હોય તો આટલુ ધ્યાન રાખજો..

આજે બીજા સમાજમા રાજપુતોની એવી છાપ ઉભી થઇ ગઇ છે કે બાપુ તો ગારૂ કાઢી ને બઘા સાથે દારૂ પી ને ઝગડે છે. આમને મકાન ભાડે પણ નો અપાય ને નોકરી પણ નહી. પણ એ લોકો ને હવે ભાન થઇ ગયુ છે કે રાજપુત કરતા તો બીજા બધા ઘણી કોમના વધારે દારૂ પીવા લાગ્યા છે. અને હવે અવિસ્વાસુ તો  બધે વધી ગયા હોય એવુ લાગી રહ્યુ છે.પણ આજે પણ ભલે બીજી કોમો રાજપુત કોમ ને બુરૂ ભલુ કહે પણ તેના પર બધા વિસ્વાસ તો મુકે જ છે કેમકે રાજપુતો બીજાને ભલે ગમે તે બોલે કહે પણ રાજપુત એના લેવલથી હલકી કક્ષાએ કોઇ દિવસ નીચે જતો નથી.

આ 31 st એ કે કોઇ પણ પ્રસંગ માં મહેરબાની કરીને બહુ હરખાઇને કોઈપણ પ્રકારનુ વ્યસન કરવુ નહી.

આપણા સમાજના અગ્રણીઓ. નેતાઓ. સામાજીક કાર્યકરો. સંતો.અને બીજા ઘણા બધા રાજપૂત સમાજને વ્યસન મુક્ત કરવા માટે સતતપણે પ્રયત્ન કરે છે.

તો આજ થી આપણે માતાજીની સોગંધ ખાઈને નક્કી કરીએ કે આજ થી જ હું રાજપૂત, ક્ષત્રિય કૂડમા જન્મેલ હોવાનાં નાતે પાન, માવા, બીડી, સીગારેટ, પડીકી, વિમલ, ગુટકા દારૂ, બિયર, કે કોઇપણ પ્રકારના આવા વ્યસની ચીજો ને ખાઇશ પીશ નહિ. અને આ વસ્તુ બિજા ખાય તેમ પ્રોત્સાહીત પણ નહિ કરૂ. કે મારા રાજપૂત સમાજના કોઇપણ ભાઈઓને નહી ખાવા/પીવા નહિ દઉ, સમાજના ભણેલા-ગણેલા અને વ્યસન ના હોય તેવા વડીલો મીત્રોને પણ નમ્ર વિનંતી છે. કે તેઓ વ્યસન રોકવામાં સમાજ ને સહકાર આપે.

આપ સર્વેને ખબર જ છે કે ઘણા રાજપુત સમાજના ભાઇઓ પાસે આખે આખા ગામોની જાગીર હતા, એમના એક બે પેઢી પેલાના પુર્વજોના વડીલોના ખોટા વ્યસનો ના કારણે આજે આ નવી પેઢી ને લાચારી અને નોકરી કરવી પડે તેવુ દેખાઇ રહ્યુ છે અને આજે આપણે 50-100 વીઘામાં ખેતી કરવી પડી છે. તો આપણે વ્યસનમા પૈસા અને કિમતી શરીર ના બગાડીયે અને આવનારી નવી પેઢી માટે કઇક કરી બતાવીએ. અને જે ભુતપુર્વમા ભુલ થઇ તે હવે ફરીથી આવી ભૂલ ના કેમ..

મારે એક દિવસ એવો જોવો છે કે આખા ગુજરાત ના તમામ રાજપૂતો તદ્દન વ્યસન મુક્ત હોય.જેથી આપણુ શરીર અને ફાલતુમા ખર્ચ થતા પૈસા બચી શકે..

બસ જે દિવસે સમગ્ર ગુજરાતના રાજપૂતો વ્યસન મુક્ત થઇ ગયા ને સાહેબ
એ દિવસે સમજજો કે ગુજરાતમાં રાજપૂતો નુ સન્માન/માન પાછુ આવ્યુ..

કાયર ઝુકે, ઝુકે મુઘલ, ઝૂકે જગ સારા.
પર કભી નહી ઝુકા હમારા રાજપૂતાના.

🚩જય માતાજી 🚩

🚩જય રાજપૂતાના 🚩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.