Welcome to RajputanaRevolution Blog

એક સાચો ક્ષત્રિય સીંહ



જય માતાજી સર્વે મિત્રો ને




વગડા માં સતર અઢાર વરસ ની દિકરી ને એકલી જોઈ ને ઘોડેસવાર એના પાસે ગયો,
પાસે જઈ પૂંછ્યું ‘ બેટા , એકલી છો ?
” હા ,બાપુ ! માવતર તો નાનપણ માં મરી ગ્યાં છે એકલી છું,
બેટા એમ નથી કે તો પણ વગડા માં દુર દુર સુધી કોઈ દેખાતું નથી,
તો તને તારી આબરૂ જોખમાવા ની બીક નથી લાગતી ?
”ત્યારે એ દિકરીએ કહ્યું ” બાપુ , જોગીદાસ ખુમાંણ નું બહારવટું હાલતું હોય ,
તો કોની માની તાકાત છે કે બેનું દિકરીયું સામીં કુડી નજર કરે  ?
”એ ઘોડેસવાર ત્યાંથી ચાલતો તો થઈ ગયો ,
પણ એ ઘોડેસવાર બીજું કોઈ નહી પણ બહારવટિયો જોગીદાસ ખુમાણ પોતે હતો. એણે મનોમન ભગવાન ને પ્રાર્થના કરી ’‘ હે ભગવાન, મારૂં બહારવટું પાર પડે કે ન પડે એની મને પરવા નથી,
મારો ગરાસ મને પાછો મળે કે ના મળે એનીય મને ચિંતા નથી,
ઈતો જીવીશ ત્યાં લગી ઝુઝીશ,
પણ પ્રભુ , મારી આબરૂ જીવું ત્યાં લગી આવી ને આવી રાખજે,

ઓઢીને કાળી કામળી ગૌધણ કન્યા ચારતી ,
બરકી હતી એને બા ’ રવટિયે લેશ પણથડકી ન’ તી ,
હું બીઉં તો બાપુ દુધ લાજે જોગીદાસની જણ નારી નાં,
એવી વટ વચન ને શૌર્ય વાળી કોમ છે સૌરાષ્ટ્ર માં...

વા ફરે, વાદળ ફરે, ફરે નદી ના પુર પર દરબાર બોલ્યા ના ફરે, ભલે પછી પશ્રિમ ઊગે સુર...

ક્ષત્રિયોમાં અને સિંહ માં ફેર એટલો છે કે ક્ષત્રિયોના નામ ની પાછળ સિંહ લખાય અને એક વનરાજ કેશરી એને પણ સિંહ કેવાય પણ ઈ સિંહ માં અને ક્ષત્રિય ના સિંહ મા ફેર એટલો છે કે સિંહ ગાય નેય મારે અને ગધેડા નેય મારે જ્યારે ક્ષત્રિયનો દિકરો છે એનો વાર કોઈદિ ગાય ઉપર નો હોય,
ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ નું બિરૂદ ધારણ કરેલા છે એટલે સિંહથી સવાયા ક્ષત્રિયો કેવાય છે એટલે એના નામ ની પાછળ સિંહ લગાડવા માં આવે છે,
ગમે એને સિંહ ન લગાડી શકાય,
એનો કોઈદિ ગાય ઉપર વાર નો હોય..

"ધરા શિષ સો ધરે, મરે પણ ખેદ ન મુકે,
અને ભાગે સો નહિ લડે શૂરવ્રત કદિ ન ચુકે,
નિરાધાર કો દેખ ,
દિયે આધાર આપબલ,
અને અડગ વચન ઉચ્ચાર,
સ્નેહ મેં કરે નહિછલ.
પરસ્ત્રીંયા સંગ ભેટે નહિં,
ધર્ત ધ્યાન અવધૂત કો,
કવિ સમજ ભેદ પિંગલ કહે,
યહિ ધર્મ 'રાજપૂત' કો ...

"ગમે એને " ગરાસિયા " નો કેવાય.
જય માતાજી 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.