પદ્માવતી નો ઈતિહાસ - શા માટે કર્યું હતું જોહર..
રાણી પદ્મીની ચિતૌડની રાણી હતી. પદ્મિનીને પદ્માવતી નામથી પણ ઓળખાય છે. ૧૨ મી અને ૧૩ મી સદીની મહાન ભારતીય રાણી પદ્માવતીના સાહસ અને ત્યાગની ગૌરવગાથા ઈતિહાસમાં અમર છે . સિંહલ દ્વીપના રાજા ગંધર્વ સેન અને રાણી ચંપાવતીની દીકરી પદ્માવતીનો લગ્ન ચિતૌડના રાજા રતનસિંહ સાથે થયું હતું.
મહારાણી પદ્માવતી(પદ્મની) મહારાજા રત્નસિંહની 15 પત્નીઓમાંની એક હતી અને રાણી નાગમતી સાથેની તેમની મુખ્ય પત્ની હતી.રાણી પદ્માવતી ખૂબ સુંદર હતી અને તેમની સુંદરતા, તેમની સુંદરતાના વખાણ દૂર-દૂર સુધી હતા. પદ્માવતી પર કવિતા પણ લખેલી છે જેમાં બહુ સારી રીતે પ્રસ્તુત કર્યું છે. રાણી પદ્માવતીની પાસે એક બોલનાર પોપટ "હીરામણી" પણ હતો. રાણી પદ્માવતી સૌંદર્યનો અંબાર હતી. તેમનાં સૌંદર્યની ચારેકોર ચર્ચા થતી હતી.રાણી પદ્માવતીનો શરીર આટલું સુંદર હતો કે જો એ પાણી પણ પીતી હતી તો તેમના ગળાની અંદરથી પાણી જોઈ શકાય. જો એ પાન ખાતી તો પાનનો લાલ રંગ તેમના ગળામાં નજર આવતું.
ખીલજી ક્રૂર અને હિન્દુ વિરોધી રાજવી હતો, હિન્દુ ધર્મસ્થાનોને ધ્વંસ કર્યા હતા. અલાઉદ્દીન ખિલજીનો એટલો ત્રાસ હતો કે તે આજ પણ ગુજરાતનાં ગામોમાં અલાઉદ્દીન ખૂની એ નામથી ઓળખાય છે.' એ પરિચય આજે ૮૦૦ વર્ષ પછી પણ સાચો છે. આ વાર્તાનો અંત રાજા કરણના મોત સાથે આવ્યો હતો. એ પછી ગુજરાતમાં એક પછી એક ઘણા મુસ્લીમ આક્રમણો આવ્યા એ વાત પણ ઐતિહાસિક દૃષ્ટિએ ખોટી નથી. વર્ષો પછી ગુજરાતી ભાષાના સમર્થ વાર્તાકાર ધૂમકેતુએ પણ ૧૯૫૨માં 'રાય કરણ ઘેલો' નામની ઐતિહાસિક નવલકથા લખી હતી. તેમાં પણ કરણ અને ખિલજીના જંગની વાત કરવામાં આવી હતી.
દિલ્હીના સિંહાસન પર દિલ્હી સલ્તનતનું રાજય હતું. સુલતાને ઘણીવાર મેવાડ પર તેની શક્તિ વધારવા માટે હુમલો કર્યો. સુંદર રાણી પદ્મિની મેળવવા માટે અલાઉદ્દીન ખિલજી દ્વારા આક્રમણમાંનો એક પર હુમલો કરવામાં આવ્યો. રાણી પદમાવતીના સૌંદર્યની વાત સાંભળી ખિલજીની આંખો પહોળી થઈ જાય છે. ખિલજી પાસે એક રતનસિંહનો વિરોધી એક ભેદી રતનસિંહ સાથે દગો કરે છે અને ખિલજીને રતનસિંહના બધા ભેદ આપે છે. ખિલજી તેનો ઉપયોગ કરી રતનસિંહ સામે દુશ્મની કાઢે છે.
કિલ્લાની ઘેરાબંધી કરીને ખિલજી સીધી રાણી પદ્માવતી ઉપરાંત તમામ ખૂબસુરત મહિલાઓની માંગ કરે છે. ખિલજીનું સૈન્ય રાણી પદ્માવતી માટે યુધ્ધ કરવા રાજી ન હતું કારણ કે સૈનાની જીત અંગે શંકા હોય છે તેથી યુધ્ધથી દુર રહેવાનો મત પ્રગટ કરે છે. ખિલજી સૈન્યને ખુશ કરવા માટે દરેક સૈનિક માટે એક મહિલાને સુપ્રત કરવાની વાત કરે છે.
ચિતૌડગઢ પર ચઢાઈ...
28મી જાન્યુઆરી 1303માં અલાઉદ્દીન ખિલજી ચિત્તોડ પર ચઢાઈ કરે છે. અને ખિલજી ચિતોડગઢમાં દૂત મોકલીએ યુદ્ધની ચેતવણી આપે છે. ખિલજીની ચિતોડના કિલ્લાને ચારેબાજુથી ધેરી લે છે. ઘેરાબંદી કરી ખિલજી રાણી પદ્માવતીની અને સુંદર મહિલાઓની માંગણી કરે છે. આશરે 7-8 મહિલા સુધી ખિલજી કિલ્લાની ઘેરબંદી કરી રાખે છે . ખિલજી ત્યારે રાણી પદ્માવતીની એક ઝલક જોવાની માંગ કરે છે. એ કહે છે કે મને રાણીની એક ઝલક જોવાઈ નાખો તો હું સેના સાથે તરત જ ચિતોડ મૂકી નાખીશ. ખિલજીની વાતતો મહારાજ રતનસિંહ ફરી ના પાડે છે. તેથી આ વખતે ખિલજી રતનસિંહને પકડી તેને બાંદી બનાવી લે છે.
એણે એ શરતે એને છોડવાનું કહ્યું હતું કે જ્યાં સુધી રાણી પદ્માવતી પોતાના પડાવમાં નહીં આવે ત્યાં સુધી પોતે રતનસિંહને નહીં છોડે. સામે બાજુ, રાણી પદ્માવતીએ પણ એક ચાલ રમી હતી. એણે કહેવડાવ્યું કે પોતે એક વાર રાજા રતનસિંહને મળવા માગ એણે પોતાની અને દાસીઓની ડોલીમાં 150 સૈનિકોને મોકલી દીધા હતા, જેમણે ખિલજીના પડાવમાં પહોંચતા હુમલો કર્યો હતો. એનાથી ખિલજી ભડક્યો હતો અને ચિતૌડના કિલ્લા પર ચઢાઈ કરી હતી. એણે ઘણા દિવસો સુધી કિલ્લાને ઘેરી રાખ્યો હતો, પરિણામે રાજપૂતી કિલ્લામાં ખાવા-પીવાનો પુરવઠો ખતમ થવા આવ્યો હતો. ત્યારબાદ જ્યારે કિલ્લામાંના લોકોએ ખિલજી સાથે સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે રાણી પદ્માવતીએ આગમાં કૂદીને પોતાનો જાન આપી દીધો હતો.
રાણી પદ્માવતીના સાહસ અને બલિદાનની ગાથા ઇતિહાસમાં અમર છે અને આજે પણ રાજસ્થાનની મહિલાઓ માટે પ્રેરણા સમાન છે. તેના રૂપ, યૌવન અને જૌહરની કથા મધ્યકાળથી લઈ વર્તમાન કાળના કવિઓ, લોકગાયકો દ્વારા વિવિધ રૂપોમાં વ્યક્ત થતી આવી છે. પદ્માવતીનું પ્રારંભિક જીવન સિંહલપ્રદેશ (શ્રીલંકા)માંથી શરૂ થયું હતું – તેવી માન્યતા છે. તેના પિતાનું નામ ગંધર્વસેન અને માતાનું નામ ચંપાવતી હતું. ઉંમરલાયક થતાં પદ્માવતીનો સ્વયંવર યોજાયો જેમાં ચિત્તોડના રાજા રાવલ રતનસિંહે રાજા મલખાન સિંહને હરાવી પદ્માવતી સાથે લગ્ન કર્યાં. ચિત્તોડના રાજા રતનસિંહ એક કુશળ શાસક હતા અને કલાના કદરદાન પણ હતા. તેના દરબારમાં અનેક પ્રતિભાશાળી લોકો હતા, જેમાં રાઘવ ચેતન નામનો એક સંગીતકાર પણ હતો, પરંતુ રાઘવ ચેતન કાળો જાદુ કરતો તે અંગે રાજાને જાણ ન હતી. તે કાળા જાદુનો ઉપયોગ પોતાના હરીફોને મારી નાખવા કરે છે તેની ગંધ આવતાં તેના પર નજર રાખવાનું શ થયું. એક દિવસ રાઘવ ચેતને દુષ્ટ આત્માઓને બોલાવતાં રાજાના હાથે રંગે હાથ પકડાયો. રાવલ રતનસિંહે તેને તત્કાળ ચિત્તોડ છોડી ચાલ્યા જવા જણાવ્યું. પોતાના આ અપમાનનો બદલો લેવા રાઘવ દિલ્હી ગયો જ્યાં અલાઉદ્દીન ખિલજી જે જંગલમાં શિકાર કરવા આવતો ત્યાં રોકાઈ ગયો. એક દિવસ સુલતાન અલાઉદ્દીન ખિલજી જ્યારે શિકાર કરવા આવ્યો ત્યારે તેણે બંસરીના સૂર રેલાવવા શ કર્યા જેનાથી આકર્ષાઈ ખિલજીએ તેને તેની પાસે બોલાવ્યો અને પોતાના દરબારમાં આવવાનો આદેશ આપ્યો.. રાઘવ ચેતનને આ જ જોઈતું હતું. કોઈપણ રીતે સુલતાનને ચિત્તોડગઢ પર આક્રમણ કરવા ઉશ્કેરવો. તેણે સુલતાન ખિલજીને અનેક રીતે ચિત્તોડગઢ પર આક્રમણ કરવા ઉશ્કેરી જોયો, પરંતુ ખિલજી રાજપૂતો સાથે ફોગટમાં વેર બાંધવા તૈયાર ન હતો. રાઘવે ખિલજીના હરમપ્રેમની વાતો ખૂબ જ સાંભળી હતી. પરિણામે તેણે ખિલજી સમક્ષ રાણી પદ્માવતીના સૌંદર્યનાં વખાણ કરવાનાં શરૂ કર્યાં. સૌંદર્યના હવસી ખિલજીના મનમાં રાણી પદ્માવતી વિશે કામનો કીડો સળવળ્યો અને કોઈપણ ભોગે પદ્માવતીને પોતાના હરમમાં લાવવાનું નક્કી કર્યું.
કેટલાક ઇતિહાસકારો કહે છે કે, ખિલજીએ ચિત્તોડગઢ પર આક્રમણ કરી રાણા રતનસિંહને પત્ની પદ્માવતીનું મોં બતાવવા માટે મજબૂર કર્યો હતો, પરંતુ કેટલાક લોકોના મતે અલાઉદ્દીન ખિલજી ષડયંત્ર કરી ચિત્તોડગઢના મહેલમાં મહેમાન બની ગયો હતો, જ્યાં રાણા રતનસિંહે તેની ભારે આગતા-સ્વાગતા કરી હતી. આ દરમિયાન તેણે રાણી પદ્માવતીને મળવાની અને જોવાની વાત કરી હતી, પરંતુ રાજપૂતાણી પોતાનું મુખ પતિ સિવાય કોઈ પણ મર્દને બતાવતી નથી એમ કહી તેણે ખિલજીને સ્પષ્ટ ના પાડી દેતાં ખિલજીએ ચાલાકી વાપરી પદ્માવતીને પોતાની બહેન ગણાવી તેનું મુખ જોવાની ઇચ્છા વ્યક્ત કરી. રાજા રતનસિંહને પણ ખિલજીને નાહકનો છેડવો યોગ્ય ન લાગતાં તેણે પદ્માવતીને તેનું મુખ બતાવવા માટે મનાવી લીધી, પરંતુ પદ્માવતીએ શરત રાખી કે તે સીધે-સીધું પોતાનું મો ખિલજીને નહીં બતાવે અને ૧૫૦ સ્ત્રીઓ સાથે સરોવરમાં તેનું મુખ અલાઉદ્દીન ખિલજીએ જોવું. ખિલજીએ આ શરત મંજૂર રાખી. પદ્માવતીની સુંદરતા પાણીમાં પડછાયા રૂપે જોઈ અલાઉદ્દીન ખિલજી પદ્માવતીના મોહમાં પાગલ બન્યો અને કોઈપણ ભોગે પદ્માવતીને પોતાના હરમમાં લઈ જવાનું નક્કી કર્યું. પરંતુ દિલ્હી પરત ફરતી વખતે તેની સાથે શિષ્ટાચાર ખાતર પદ્માવતીના પતિ રતનસિંહ પણ હતા. આ દરમિયાન ખિલજીએ આદેશ આપી રતનસિંહને બંદી બનાવી દેવડાવ્યા અને ચિત્તોડગઢની સામે શરત રાખી કે, પદ્માવતીને સોંપો અને રાણાને લઈ જાઓ.
ચિત્તોડગઢ સમક્ષ આ સૌથી મોટું ધરમસંકટ હતું. એક તરફ રાજ્યના રાજાનો જીવ હતો તો બીજી તરફ રાજરાણીની ગરિમા અને રાજની આબરૂ. ચિત્તોડગઢ એ વખતે ખિલજી પર સીધો હુમલો કરી શકે તેમ નહોતું. કારણ કે, ખિલજીનું સૈન્ય રાણાની ધરપકડ સાથે જ સાબદું થઈ ગયું હતું. પરિણામે રાજપૂત વીર યોદ્ધાઓએ બળ સાથે કળ વાપરવાનું નક્કી કર્યું. ચૌહાણ રાજપૂત સેનાપતિ ગોરા અને તેમના ૧૫ વર્ષના ભત્રીજા બાદલે યોજના બનાવી કાલે સવારે પદ્માવતી ખિલજીને સોંપી દેવામાં આવશેની વાત કરી. આગલા દિવસે ૧૫૦ પાલખીઓ ખિલજીની શિબિર તરફ રવાના કરવામાં આવી, પરંતુ પાલખીમાં પદ્માવતી નહીં, શસ્ત્રો અને સૈનિકો હતા. પ્રત્યેક પાલખીમાં એક અને ચાર પાલખી ઉપાડનારા એમ પાંચ ખૂબ જ કુશળ સૈનિકો રાખવામાં આવ્યા હતા. પાલખીને રતનસિંહને બંદી બનાવાયા હતા ત્યાં ઊભી કરી દેવામાં આવી અને સશસ્ત્ર સૈનિકો રતનસિંહને છોડાવી લઈ ગયા. કહેવાય છે કે આ હુમલામાં સેનાપતિ ગોરાએ શહીદી વહોરી હતી. કહેવાય છે કે યુદ્ધમાં ખિલજીના સેનાપતિએ યુદ્ધ નિયમો વિરુદ્ધ જઈ કપટપૂર્વક સેનાપતિ ગોરાના સાથળ પર વાર કર્યો હતો. અને ગોરા નીચે ઢળતાં જ તલવારથી મસ્તક અલગ કરી દીધું હતું. પરંતુ રાજપૂત ગોરાનું ઝનૂન જુઓ તેનું ધડ પણ મસ્તક લઈ જતા ઝફરની પાછળ દોડ્યું અને એક જ ઝાટકે તેના શરીરનાં ઊભાં ફાડિયાં કરી નાખ્યાં હતાં.
રાજપૂતોના આ કળ અને બળપૂર્વકની લડાઈથી અજેય ગણાતા સુલતાનને જબરજસ્ત માત મળી હતી. પરિણામે ખિલજીએ પોતાના તમામ સૈન્યને ચિત્તોડગઢ પર હુમલો કરી તેને તહેસનહેસ કરી નાખી રાણી પદ્માવતી સહિતની રાજપૂત સ્ત્રીઓને ઉઠાવી લાવવાના આદેશો આપ્યા. ૧૩૦૩માં ખિલજીના સૈન્યે ચિત્તોડગઢના કિલ્લાને ચારેય તરફથી ઘેરી લીધો. સતત છ મહિના સુધી રાજપૂતો અને ખિલજીના સૈન્ય વચ્ચે ઘમસાણ યુદ્ધ ચાલતું રહ્યું, છતાં કિલ્લાનો દરવાજો તોડી શકાયો નહીં પરંતુ કિલ્લાની ખાદ્યસામગ્રી હવે ખૂટી રહી હતી. કિલ્લાની અંદર મહિલા-બાળકો, વૃદ્ધો ભૂખથી ટળવળી રહ્યાં હતાં અને દરવાજો ખૂલતાં રાજપૂત સેનાની હાર નિશ્ર્ચિત હતી. છેવટે ચિત્તોડગઢના રાજપૂતોએ દુશ્મન સામે કેસરિયાં કરવાનું નક્કી કર્યું અને રાજપૂતાણીઓએ જીવતેજીવત તો શું મર્યા બાદ પણ વિધર્મીઓના હાથનો સ્પર્શ તેમના શરીર પર ન થાય માટે જૌહર કરવાનું નક્કી કર્યું. રાજા રતનસિંહ સહિત ૩૦,૦૦૦ રાજપૂત વીરોએ માથે કેસરી સાફા બાંધી તિલક અને તલવાર સજાવી હરહર મહાદેવના ગગનભેદી નાદ સાથે કિલ્લાના દરવાજા ખોલી ખિલજીના સૈન્ય પર તૂટી પડ્યા.
આ બાજુ રાણી પદ્માવતીના નેતૃત્વમાં ૧૬,૦૦૦ રાજપૂતાણીઓએ ગૌમુખમાં સ્નાન કરી વિશાળ ચિતા પ્રગટાવી તેમાં કૂદી પડી અને જોતજોતામાં ૧૬,૦૦૦ રાજપૂતાણીઓ રાખ બની ગઈ.
ચિત્તોડગઢ પર જીત મેળવ્યા બાદ ખિલજી રાજપૂતાણી પદ્માવતીને દિલ્હી લઈ જવા માટે મહેલમાં ધસી આવ્યો, પરંતુ સમગ્ર રાજમહેલના પ્રાંગણમાં આગ અને ધુમાડાના ગોટેગોટા હતા, તેની નજર સામે મોટા યજ્ઞ કુંડમાં રાખનો ઢગલો હતો. જેમાં પદ્માવતી સહિત ૧૬,૦૦૦ રાજપૂતાણીઓએ જૌહર કર્યાં હતાં. સુલતાન રાણી પદ્માવતીના શરીરને તો શું તેની ભસ્મને પણ સ્પર્શ કરી ન શક્યો. આમ ભલભલા તાકાતવર રાજાઓ-મહારાજા- સુલતાનોને હરાવનાર ખિલજીને પદ્માવતી નામની એ રાજપૂતાણીના સતીત્વ અને પતિવ્રતે ધૂળ ચાટતો કરી દીધો.

અલાઉદ્દીન ખિલજી ..

૧૬૦૦૦ રાજપૂતાણીઓ સાથે જૌહર કરનાર રાણી પદ્માવતીની રીયલ કહાની

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.