Welcome to RajputanaRevolution Blog

ક્ષત્રિયો એક બનો

મિત્રો..

અંગ્રેજોને જ્યારે ભારતમા રાજ કરવાની ઈચ્છા હતી ત્યારે ત્યારે એમને પ્રથમ કાયૅ ક્ષત્રિયો અને રાજપુતોની એકતામાં આગ લગાડવાનું તોડવાનુ કરવું પડ્યુ હતું કારણ કે તેમણે ખબર હતી કે જો ક્ષત્રિયો અને રાજપુતોની એકતા તોડવામાં નહિ આવે. તો આપણે ભારત પર રાજ તો શું? પણ ભારતની ધરતી પર પડેલી રાખ કે ધુડ ને પણ અડી શકીશુ નહી.એટલે એમને સૈા પ્રથમ કાયૅ રાજપુતો આપણી એકતા તોડવાનુ ક્યૂૅ હતુ. ને જ્યારે આપણી ક્ષત્રિયો -રાજપુતો ની એકતા નબળી પડી ત્યારે જ તેઓ ભારત પર પગ મુકી શક્યા હતા. અને ભારત પર રાજ કરી શક્યા હતા. ને આજે વષૉ પછી પણ આપણે એજ અંગ્રેજોની મેલી મુરાદનો ભોગ બની રહ્યા છીએ. આજે સિંહોની એકતા માટે સિંહોને એકઠા થવુ/કરવા પડે છે. આજે ક્ષત્રિય-રાજપુત સમાજની એકતા માટે ક્ષત્રિય રાજપુત સમાજે ઠેર-ઠેર સભાઓ ભરવી પડે છે. કારણ કે આપણી ક્ષત્રિય અને રાજપુત સમાજની એકતામાં અપંગતતા આવી ગઇ છે. આપણી ક્ષત્રિય રાજપુત સમાજમાં એકતાનો ઉજાસ ઝાંખો પડી ગયો છે. એક સમય હતો કે બે જાતિ/જ્ઞાતી  વચ્ચે એકતા તૂટે કે ઝગડો થાય તો તરત જ હાકલ પડે કે "જાઓ જઇને કોઇ બાપુ ને ક્ષત્રિયને બોલાવો.જાઓ" એટલે એમને બંન્નેને એકતાના તાંતણે બાંધશે.પરંતુ આજે સમય એ આવીને ઉભો રહી ગયો છે કે એકતાના ઓજસ પાથરનાર એ ક્ષત્રિય રાજપુતોને જ આજે એકતા માટે સભાઓ ભરવી પડી રહી છે. કારણ કે આપણી એ એકતાનું અસ્તિત્વ આજે જોખમાઇ ગયું છે. પટેલ હોય તો "ભાઇ" લાગે;ગઢવી હાેય તો "દાન" લાગે અને પંડ્યા હોય તો નામની પાછળ "કુમાર" વિગેરે શબ્દ લાગે પરંતુ ક્ષત્રિય-રાજપુતનું નામ આવે એટલે તરત જ "સિંહ" શબ્દ લાગી જાય કારણ કે આપણો ક્ષત્રિય-રાજપુતનો જન્મ જ સિંહ જેવી શૂરવીરતાથી પંકાયેલો છે.
સત્કમૉ અને સદગુણોથી પંકાયેલો છે. જંગલમાં નાના નાના પશુ-પ્રાણીઓ વચ્ચે ડખો થાય ત્યારે સિેહ જઇને સમાધાન કરે. સિંહ જઇને ન્યાય કરે ને બધાને સંપીને રહેવાની સલાહ આપે પરંતુ આજે એ સૌને સંપીને રહેવાની સલાહ આપનાર ક્ષત્રિય-રાજપુત સમાજ જ સંપ માટે સભાઓ/મીટીંગો ભરી રહ્યો છે. હવે સમય બદલાઇ ગયો છે ને સદીઓ પણ બદલાઇ ગઇ છે તો શા માટે આપણે એ એકતાની સાંકળને ફરીથી મજબુત ના બનાવીએ. એક થશુ તો અનેક થશુ અને અનેક થશુ તો જ સંગઠીત થશુ તો અધિકાર થશે ને અધિકાર થશે તો કોઇની તાકાત નથી કે આપણને કે આપણા સમાજ વિશે કોઈ ખોટુ બોલી જાય કે આપણા અધિકાર થી અળગા રાખી શકે.

🚩જય માતાજી🚩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.