Must Read :- દીકરીના ભૃણને બચાવો - "SAVE GIRL CHILD"
આજ સુધી સાહિત્યમાં મોટા ભાગના લેખકો લખતા આવ્યા છે કે સ્ત્રીઓ પુરુષો કરતાં મહાન છે. આ વાકયની પાછળનું મર્મસ્થાન સ્ત્રી નથી,પણ દીકરી છે.
એક ધનવાન પિતા પાસે તેના યુવાન પુત્ર,તેની સંપતિની માંગણી કરજો ! શું જવાબ મળે છે..?!?..સાહિત્યના ઇતિહાસના ગાળશાસ્ત્રના શ્રેષ્ઠતમ શબ્દો તમને સાંભળવા મળશે. હવે આ જ પિતા પાસે તમે હસતા મુખે તેની પુત્રીની માંગણી મુકી શકશો,અને તે પણ દીકરી માંગનારની શરતે. છતાં પણ એ પિતા ગાળૉ દેવાને બદલે હસતાં મુખે તમારું સ્વાગત કરશે. તમારા માટે મીઠાઇ અને પકવાન ધરસે. શોરૂમમાં જે રીતે નૂમાઇશ થાય તે રીતે દીકરીને તૈયાર કરીને આગતાસ્વાગતા કરવા મોકલશે.
મારી જિંદગીમાં મને અકળાવનારા દસ પ્રશ્નોમાનો એક પ્રશ્ર્ન એ છે કે-
દીકરીને પરણીને સાસરે શા માટે જવું પડે છે..
એક દીકરીના પિતા તરીકે આ પ્રશ્ર્નની અસર કેટલી ધારદાર હોય છે એ હું સમજી શકું છું.
દીકરી પરણીને સાસરે જાય છે ત્યારે તેને શું શું છોડવું પડે છે..?
મનને ગમતાં બધા કાર્યો, પિતાનો અને માતાનો પ્રેમ, ભાઇઓ અને બહેનો તથા અન્ય કુંટુંબીજનોનો પ્રેમ, પિતાની સંપતિ, પોતાનું ગમતું શહેર, મોહલ્લો, વગેરે વગેરે, પોતાના મિત્રો, પોતાની મનગમતી જગ્યાઓ જ્યાં તેની યાદો જોડાયેલી હોય છે… ટુંકમાં દીકરીને ગમતી તમામ ચીજ છોડીને પારકે ઘરે સીધાવું પડે છે. આ બધું બાદ કરતાં પોતાને ગમતી બધી વ્યકિતઓને છોડીને જવું પડે છે.
જીવનની કઠોરમાં કઠોર પરિસ્થિતિનો સામનો દીકરીઓને કરવો પડે છે. પરણ્યા પછી જીવનમાં આવતી કઠોર પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી રાખવી પડે છે. લગ્ન પહેલા દીકરી હોય છે અને લગ્ન પછી એ સ્ત્રી બને છે. દીકરીમાંથી સ્ત્રી નવું. પિતાની અટક છૉડીને પતિની અટક અપનાવવી પડે છે.
ઘણા લેખકો પત્ની વિશે અનેક લેખો લખ્યા છે. જેમાં પત્ની કજીયાળી, ઝઘડાળુ. શંકાશીલ. માથા ભારે, કપટી અને લંપટ જેવા વિશેષણૉથી નવાજી છે. હવે વિચાર કરો કે આ સ્ત્રી જ્યારે દીકરી હતી ત્યારે સામાન્યતઃ આવા વિશેષણૉ લાગું નહોતા પડતા ! શા માટૅ !?
દીકરી થઇને પેદા થવું એ જ મર્દાનગી છે. નહીં કે અણિયાણી મુછો રાખવાથી કે બાવડા બનાવવાથી કે બળપ્રદર્શન કરવાંથી..
છે કોઇ એવો પુરુષ જે પિતા, માતા, બહેન-ભાઇ, સંપતિ આ બધું છોડીને ચાલ્યો જાય ? હા ! છે,પણ તેવા પુરુષોની ટકાવારી એકથી ત્રણ ટકાની અંદર હોઇ શકે છે.!.. જેમાં ઘરજમાઇઓ, સંસાર ત્યાગીઓ, બાવાઓ, ધાર્મિક ઓથારતળે જીવતા પુરુષો, નપાવટ પુરુષો વગેરે આવા ભાઇડાઓની શ્રેણીમાં આવે છે.
દીકરી થઇને જન્મવુ એટલે ‘સુખ આપી દુઃખ લેવુ’ એ જન્મસિધ્ધ અધિકાર આપોઆપ લાગું પડી જાય છે અને એ પણ બાલ્યાવસ્થાથી લાગું પડી જાય છે.
દીકરીને તેનો ભાઇ એનાથી બે પાંચ વર્ષ નાનો છે અથવા મોટૉ હોય. ભાઇઓ બહેન ઉપર દાદાગીરી હમેશા કરતા આવે છે. જોકે ઘણી જગ્યાએ ભાઇબહેનના પ્રેમમાં આવા પ્રશ્રન ગૌણ બની જાય છે. ભાઇ નાનો હોય એટલે બહેનને નાનપણથી માતા બનવાની તાલિમ મળવા લાગે છે. કારણકે એક બહેન હમેશા નાના ભાઇ માટે સવાઇ માતા પુરવાર થાય છે.
મોટાભાગની માતાઓ દીકરીને કહે છે કે,’તું તો મોટી છે, તારે નાના ભાઇનું ધ્યાન રાખવું જોઇએ.. તું તો સમજદાર છે, ભાઇ તો નાનો છે..!!’
દીકરિ થઇને જન્મવું એટલે નાનપણથી સ્ત્રી ઉપર દાદાગીરી કરવાનો જ્ન્મસિધ્ધ અધિકાર મળે છે. પુરુષની જિંદગીમાં દાદાગીરી કરવાં માટે સ્ત્રીપાત્રો બદલતા રહે છે. માતા, બહેન, દાદી. સહઅધ્યાયી છોકરીઓ…અને યુવાન બનતા છોકરીઓની પાછળ પડવું.. પરણ્યાપછી પત્ની ઉપર દાદાગીરી શરૂમ થાય છે.
એક પુરુષને કારણે દીકરીને કેટલુ સહન કરવું પડે છે..?.. પુરુષો કોલેજોમાં કે જાહેર સ્થળ પર છોકરીઓની છેડતી કરી શકે છે.. ચાર પાંચના સમુહમાં ઉભેલા પુરુષોની સામેથી દેહલાલિત્ય ધરાવતી કોઇ છોકરી પસાર થાય ત્યારે આ સમુહમાંથી ચોક્કસપણે એક કે બે વ્યકિત તેનાં અંગઉપાંગો ઉપર કોમેન્ટ કરશે જ.. આજ સુધી એવું બન્યુ છે કે છોકરીઓએ કોલેજોમાં કે જાહેર સ્થળોએ છોકરાની છેડતી કરી હોય !? આ બાબતે આધુનિક યુરોપ અને અમેરિકાના દેશો પણ આપણા જેટલા જ પછાત છે !
ચાર પુરુષો સાથે મળીને એક છોકરી ઉપર બળાત્કાર કરી શકે છે પણ આજ સુધી એવું બન્યુ છે કે ચાર-પાંચ છોકરીઓએ સાથે મળીને એક પુરુષ ઉપર જબરદસ્તી કરી હોય!
પુરુષો જાહેરમાં બિન્દાસ્ત ગાળો બોલી શકે છે. આજ સુધી કદી કોઇ છોકરીને જાહેરમા બિન્દાસ્ત ગાળૉ બોલતા જોઇ છે ખરી….!
દીકરી દેખાવમાં સામાન્ય હોય કે દેખાવડી હોય તેને ચેહરા અને શરીર માટે ખાસ પોષાકનો આગ્રહ રાખવો પડે છે.. છોકરીઓ માટે અમુક આવરણો ખાસ સમાજ જોવા મળે છે. જ્યારે પુરુષ ગમેતેવો કદરૂપો, ગોબરો, ગંધારો હોય તો પણ પોતાનો ચહેરો ખુલ્લ્લો રાખી શકે છે. મોટે ભાગે સમાજના વિચિત્ર નિયમો છોકરીઓ માટે જ બન્યા છે.
પુરુષ પોતાનું બોડી પ્રદર્શન કરી શકે છે. જ્યારે છોકરીઓ રેમ્પ પર ચાલે છે. અમુક શહેરોમાં ફેશન શો થાય છે ત્યારે સમાજના બની બેઠેલા રક્ષકો કોઇકની દીકરીને જાહેરમાં ફટકારે છે. ડાન્સબારમાં નોકરી કરી કુટુંબની ભરણપોષણ કરતી દીકરીઓને જાહેરમાં ફટકારવામાં આવે છે. હિંદુસ્તાનમાં હિંદુ પુરુષોની એક નમાલી, કાયર, નીર્વિય અને નપાવટ પ્રકારની શ્રેણી જન્મી છે. આ પ્રકારની માનસિકતા મર્દાનગી નથી. એક પ્રકારનું ધાર્મિક ઝનૂન છે. જે મધ્યયુગીન સંસ્કૃતિમાં અરબસ્તાની ધર્માંધ ખલિફાઓ, બાદશાઓ અને આજના તાલીબાની સમાજમાં ભરેલુ છે.
જે સમાજમાં કે સંસ્કૃતિમાં દીકરીઓનું સ્થાન સામાજિક પ્રાણીથી વિશેષ નથી, એવાં સમાજમાં છાશવારે નાબાલિગ છોકરીઓ ઉપર બળાત્કાર, નાબાલિગ છોકરીઓના વેચાણ, દીકરીઓ ઉપર પિતાઓ દ્વારા બળાત્કાર જેવા જઘન્ય અપરાધો બનતા રહે છે.આની પાછળની એક જ વિચાર ધારા છે. આ વિચારધારા તાલીબાની છે.
આપણા હિંદુસ્તાનમાં બધા રાજકીય પક્ષો સ્ત્રી સ્વતંત્રતાની વાતો કરે છે. જે દેશમાં સ્ત્રીઓ માટે સમાન લો ના હોય ત્યાં સ્ત્રી સ્વતત્રતાની વાતો કરવી વાહિયાત છે.. ચંદ્રમોહન અને ફીઝાની સ્ટોરીમાં બે સ્ત્રીઓની હાલત શું થઇ છે…? શારીરિક, માનસિક, આર્થિક અને કૌટુંબિક રીતે આ બંને સ્ત્રીઓને ઘણું સહન કરવું પડે છે… કારણકે હજું પણ અમુક સમાજોમાં પુરુષોને ચાર શાદી કરવાનો અધિકાર છે… અને સ્ત્રીઓમાં આ બધું સહન કરવાની શકિત ક્યારે આવે છે..?
કારણકે આ સ્ત્રીઓ દીકરી નામની પરિક્ષામાં પાસ થાય છે એટલે આ સમજદારી અને સહનશકિત આવે છે.
દીકરીઓને ઘણી બાબતોમાં સામાજિક અલગતા આપવામાં આવી છે. કદાચ એટલા માટે જ દીકરી માટે, ’દીકરી સાપનો ભારો’, 'દીકરીનો બાપ જીવતો મુવો’ જેવી કહેવતો અસ્તિત્વમાં આવી હશે…?
જે તે વિસ્તારમાં મેડીકલ કોલેજ, આર્યુવેદ યુનિવર્સિટી, મહિલા કોલેજ, સાયન્સ કોલેજ જેવી શિક્ષણસંસ્થાઓ આવેલી છે. દરરોજ સવારે આજુબાજુના ગામડાઓમાંથી દીકરીઓનાં ટૉળેટૉળા ટેમ્પા અને બસોમાંથી ઉતરતા દેખાય છે. આ ગામડાની કાઠિયાવાડી દીકરીઓ જિન્સ અને ટૉપ જેવા આધુનિક પહેરવેશ પહેરે છે. આ જિન્સધારી દીકરીઓ વહેલી સવારે ઉઠીને ઘરકામ, દુધ દોહવા જેવા કામો પતાવીને શહેરમાં અભ્યાસ અર્થે આવે છે.
મેં તો અમારા શહેરના આજુબાજુના ઘણા ગામડાઓમાં જિન્સધારી દીકરીઓને ખેતર કે વાડીમાં કામ કરતી જોયેલી છે.
દીકરીને કિંમત એક પિતાને ક્યારે સમજાય છે..? વાનપ્રસ્થ પુરુષો જેઓ વિધુર છે, જેઓની બાયડી માથાભારે હોય, શારીરિક રીતે ઉમરની અસર થયેલી હોય…. ત્યારે આવા પિતાઓની પડખે દીકરી ઉભી રહે છે. આવા પુરુષોને ઢળતી ઉમરે માતાની મમતાનો અહેશાસ એક દીકરી થકી થાય છે.
દીકરી જ્યારે રજસ્વલા બને ત્યારથી તેની સાથે દીકરી જેવો નહી પણ એક મિત્ર જેવો વ્યવાહર કરવો જોઇએ..એ દીકરી સાથે સમાજની સારીનરસી બધી બાબતોની ખુલ્લા મને ચર્ચા કરવી જોઇએ. મારા માનવા મુજબ રીવાબક્ષી અને ચંદ્રકાંતબક્ષી જેવા બાપદીકરીના સંબધો હોવ જોઇએ.
એક દીકરીને દીકરાની જેમ ઉછેરો તો….પછી એ દીકરી સવાયો મર્દ બનીને દેખાડશે.
દીકરીઓએ ધંધો કર્યો હોય તો કદી દેવાળૂ ના ફુંકે.. દીકરી ઓફીસમાં સિગારેટ પીતી નથી.. દીકરી પાન ખાઇને જ્યાં ત્યા પીચકારી મારીને દિવાલોને બગાડતી નથી.. દીકરી ફુલસ્પિડે બાઇક ચલાવીને હાડકા તોડીને નથી આવતી.. દીકરી કોઇના દીકરાને ભગાડી જતી નથી.
સૌવથી મહત્વની વાત…
વૃધ્ધાશ્રમમાં સૌવથી વધું દીકરાઓના માબાપ જોવા મળે છે..અને આ સત્ય સ્વિકારવું જ પડે તેમ છે..
સેવ ધ ગર્લ ચાઇલ્ડ…દીકરીના ભૃણને બચાવો… --- જો તમને ગમે તો Share કરજો જેથી વધુને વધુ લોકો સુધી આ સંદેશ પોહચાડી શકાય.
આપ સર્વોના સહકાર બદલ ખુબ ખુબ આભાર.... અને જો કોઈ વાક્ય કે શબ્દો થી આપને દુઃખ પોહચે તો તે બદલ અમે દિલગીર છીએ.
Must Read :- "વહાલી દીકરી"
--------------------------------------------------------------------------------
વહાલી દીકરી, મમતાએ મઢી
સંસ્કારે ખીલી, વહાલી દીકરી
ભર બપોરે દોડી, બારણું ખોલી
ધરે જળની પ્યાલી, વહાલી દીકરી
હસે તો ફૂલ ખીલે, ગાયે તો અમી ઝરે
ગુણથી શોભે પૂતળી, વહાલી દીકરી
રમે હસતી સંગ સખી, માવતર શીખવે પાઠ વઢી
સૌને હૃદયે તારી છબી જડી, વહાલી દીકરી
વીતી અનેક દિવાળી, જાણે વહી ગયાં પાણી
સોળે કળાએ ખીલી જાણે રાણી, વહાલી દીકરી
પૂજ્યાં તે માત પાર્વતી, પ્રભુતામાં માંડવા પગલી
લેવાયાં લગ્ન આંગણિયે, મહેંકે સુગંધ તોરણિયે
દિન વિજયા દશમી, વહાલે વળાવું દીકરી
વાગે શરણાઈ ને ઢોલ, શોભે વરકન્યાની જોડ
વિપ્ર વદે મંગલાષ્ટક, શોભે કન્યા પીળે હસ્ત
આવી ઢૂંકડી વિદાય વેળા, માવતર ઝીલે છૂપા પડઘા
વ્યથાની રીતિ ના સમજાતી, વાત કેમ કહેવી બોલે દીકરી
ઝીલ્યા વડીલોના મોંઘા બોલ, વગર વાંકે ખમ્યા સૌના તોલ
દીકરીની વ્યથા ઉરે ઉભરાણી, કેમ સૌ આજ મને દો છોડી
આવી રડતી બાપની પાસે, બોલી કાનમાં ખૂબ જ ધીરે
કોને બોલશો-વઢશો પપ્પા હવે, હું તો આજ સાસરિયે ચાલી
કેવું અંતર વલોવતા શબ્દો બોલી, જુદાઈની કરુણ કેવી કથની
થયો રાંક લૂંટાઈ દુનિયા મારી, આજ સંબંધની સમજાણી કિંમત ભારી
આંખનાં અશ્રુ બોલે વાણી, નથી જગે તારા સમ જીગરી
તું સમાઈ અમ શ્વાસે દીકરી, તારા શબ્દો ટપકાવે આંખે પાણી
ઓ વહાલી દીકરી, ઘર થયું આજ રે ખાલી
Must Read :- દીકરી લગ્ન વેળા માતા-પિતાને................."
--------------------------------------------------------------------------------
બાંધી કેમ દીધી મને સાંકળથી ખૂંટે,
ઈચ્છા તો મારી ધરા ખુંદવાની હતી.
આમ કેમ છોડી દીધી પારકા ઘરે મને,
હજીતો જીવનની મજા લૂંટવાની હતી.
પારકા ચલાવશે મારી જીવનની નૈયા ?
મારી જાતેજ હું નસીબ ઘડવાની હતી.
હજી જોયુ છે જ શું મેં આ દુનિયામાં,
ઉંમર મારી તો નવુ અજમાવવાની હતી.
ખબર છે બદલી નહીં શકો રીવાજો તમે,
મારી મહેચ્છા આ બધુ બદલવાની હતી.
ઈચ્છા તો મારી ધરા ખુંદવાની હતી.
આમ કેમ છોડી દીધી પારકા ઘરે મને,
હજીતો જીવનની મજા લૂંટવાની હતી.
પારકા ચલાવશે મારી જીવનની નૈયા ?
મારી જાતેજ હું નસીબ ઘડવાની હતી.
હજી જોયુ છે જ શું મેં આ દુનિયામાં,
ઉંમર મારી તો નવુ અજમાવવાની હતી.
ખબર છે બદલી નહીં શકો રીવાજો તમે,
મારી મહેચ્છા આ બધુ બદલવાની હતી.
Must Read :- "કોઈપણ ગરીબ બાપને પોતાની દીકરીનો ભાર લાગતો નથી."
-----------------------------------------------------------------------------------
દુનિયાનો કોઈપણ ગરીબ બાપને પોતાની દીકરીનો ભાર લાગતો નથી.ઝુપડું હોય કે હવેલી હોય છતાં દીકરી વહાલી હોય છે.આવો જ એક પ્રસંગ છે કે જંગલમાંથી કઠિયારો લાકડા કાપીને આવતો હતો.ગરીબી કારણે કાળો દેહ,પગમાં પહેરવાના જોડા ન હતા,માથે લાકડાનો ભારો હતો.અને કઠિયારાના ખભા ઉપર નાનકડી દીકરી બેઠી હતી.એ સમયે સ્વામી રામકૃષ્ણ પરમહંસે કઠિયારાને જોયો.સ્વામીજી એમ થયું કે માથે લાકડાનો ભારો છે.ખભા ઉપર દીકરી છે.દુબળો દેહ છે.આ માણહને ભાર લાગતો હશે..!!! સ્વામીજીએ કઠિયારા પાસે જઈને કહ્યું કે એ ભાઈ હું તને મદદ કરું.માથે લાકડા અને ખભે દીકરીનો ભાર લાગતો હશે લાવ તારી દીકરી મને તારા ઘર સુધી આપી દે તારો ભાર ઓછો થઇ જશે..!!
કઠિયારાએ સ્વામીજીને તર્કબધ્ધ એવો જવાબ આપ્યો કે સ્વામીજી આપ તો સંત છો.અમે તો સંસારી છીએ. કદાચ તમે સંતને ખબર ન હોય મારે એટલું કહેવું છે કે તમે કહો છો કે મારી દીકરીનો ભાર લાગતો હોય સાંભળી લો સ્વામીજી,દુનિયાનો બાપ ગમે એટલો ગરીબ હોય તો પણ કોઈપણ બાપને પોતાની દીકરીનો ભાર લાગતો નથી સ્વામીજી..!! કારણકે દીકરી પોતાનું કિસ્મત લઈને આવતી હોય છે.દીકરીનો ભાર પોતાના બાપને ક્યારેય લાગતો નથી.દીકરી ભલે નાની હોય તો પણ સમજુ હોય છે.બાળપણથી પોતાના ઘરની પરિસ્થિતિને અને એના બાપને સમજવાનો પ્રયત્ન કરતા હોય છે.!!!
Must Read : - "દીકરી બીજું શું લખું......... "
----------------------------------------------------------
દીકરી તારા સોભાગ્યનું કંકુ આજ ઘોળી લાવ્યો છું .
હતું તારું અંજળ જે ઘરમાં એ સરનામું શોધી લાવ્યો છું.
સંસાર તારો સ્વર્ગ બને એજ આશિષ ગુંથી લાવ્યો છું.
ખંખેરી નાંખજે પિયરના સ્નેહને આંસુ સાથે કહેવા આવ્યો છું.
પારકી થાપણ તું છે ક્યાં` સુધી બીજાનું સંભાળુ
પરાયા પોતાના ગણી શોભાવજે
પહાડ જેવો બાપ પણ રડી પડે દીકરીની વિદાયથી
રડી રડીને આંખો લાલ થઇ તોય અળગી કરવી પડશે,
પ્રથમ શ્રી ગણેશ બોલીને પ્રવેશ કરજે તારા ઘર સંસારમાં
મારી લાડલી સુખી થાજે,એવી અંતરની આશ સાથે........!!!
----------------------------------------------------------
દીકરી તારા સોભાગ્યનું કંકુ આજ ઘોળી લાવ્યો છું .
હતું તારું અંજળ જે ઘરમાં એ સરનામું શોધી લાવ્યો છું.
સંસાર તારો સ્વર્ગ બને એજ આશિષ ગુંથી લાવ્યો છું.
ખંખેરી નાંખજે પિયરના સ્નેહને આંસુ સાથે કહેવા આવ્યો છું.
પારકી થાપણ તું છે ક્યાં` સુધી બીજાનું સંભાળુ
પરાયા પોતાના ગણી શોભાવજે
પહાડ જેવો બાપ પણ રડી પડે દીકરીની વિદાયથી
રડી રડીને આંખો લાલ થઇ તોય અળગી કરવી પડશે,
પ્રથમ શ્રી ગણેશ બોલીને પ્રવેશ કરજે તારા ઘર સંસારમાં
મારી લાડલી સુખી થાજે,એવી અંતરની આશ સાથે........!!!
Must Read : - "માં થવાં માટે દીકરી બની જનમવું પડે છે"
------------------------------------------------------------------
નદી જેવી નદીને દીકરી થઇ ભમવું પડે છે..
બાપ પર્વત છે એટલે એને નમવું પડે છે..
પ્રસંગો અનેક આવે હસવા ખેલવા કાજે તો,
વ્યસક પિતાનેં હસતા રહીને રડવું પડે છે..
સ્વચ્છ આકાશ અનેક તારલીયાથી ટમેટમે
ત્યારે કેમ એક સિતારાને આથમવું પડે છે
વાનપ્રસ્થ પિતાને તો કદી માં યાદ આવે
દિકરી થૈ દાદી જેમ પિતાને મળવું પડે છે
ઉગી નીકળે અંસખ્ય ફૂલો પરિવારની ડાળે
દિકરી નામનાં પુષ્પને બપોરે ખરવું પડે છે
જિંદગીભરનો ખાલિપો દીકરીનાં નામે બોલે
ને કઠણ કાળજાના ભડને ડુસકું ભરવું પડે છે
જગમાં બધા ’માં’નાં ગુણગાન ગાતા રહે ને
માં થવાં માટે દીકરી બની જનમવું પડે છે
------------------------------------------------------------------
નદી જેવી નદીને દીકરી થઇ ભમવું પડે છે..
બાપ પર્વત છે એટલે એને નમવું પડે છે..
પ્રસંગો અનેક આવે હસવા ખેલવા કાજે તો,
વ્યસક પિતાનેં હસતા રહીને રડવું પડે છે..
સ્વચ્છ આકાશ અનેક તારલીયાથી ટમેટમે
ત્યારે કેમ એક સિતારાને આથમવું પડે છે
વાનપ્રસ્થ પિતાને તો કદી માં યાદ આવે
દિકરી થૈ દાદી જેમ પિતાને મળવું પડે છે
ઉગી નીકળે અંસખ્ય ફૂલો પરિવારની ડાળે
દિકરી નામનાં પુષ્પને બપોરે ખરવું પડે છે
જિંદગીભરનો ખાલિપો દીકરીનાં નામે બોલે
ને કઠણ કાળજાના ભડને ડુસકું ભરવું પડે છે
જગમાં બધા ’માં’નાં ગુણગાન ગાતા રહે ને
માં થવાં માટે દીકરી બની જનમવું પડે છે
Must Read :- "દહેજ’ અને ‘દીકરી"
-----------------------------------------------
લગ્નપ્રસંગે દીકરીને અહીં દહેજ અપાય છે,
શુદ્ધ ભાષામાં કહો તો કરિયાવર અપાય છે.
માંગે દીકરી માત્ર સુખ-શાંતિનાં આશિર્વાદ,
ત્યાં તેને સુખ-શાંતિની સગવડો અપાય છે.
બની તું પુત્રવધૂ ને આ તારા સાસુ–સસરાં,
હવે તું સાસરિયાની એવું કહી વળાવાય છે.
બની દીકરી તું પત્નિ ને આ તારા માવતર,
સાચવજે એ પણ ઘર એવું ક્યાં કહેવાય છે.
માતા-પિતા અને સાસુ-સસરાંના નામોથી,
તેને પારકી બન્યાનો અહેસાસ કરાવાય છે.
સમજાવે પોતે જ દીકરીને આવાં બધાં ભેદ છે
એ પણ એનું ઘર એ ક્યાં સમજાવાય છે.
જરૂર છે માત્ર દામ્પત્ય જીવનને સંસ્કારોની,
જેને ધનદોલત સાથે ત્રાજવામાં તોલાય છે.
પછી રહે જીવનભર પ્રેમ-લાગણીની અછત,
પણ દુનિયાનાં કોઈ સ્થળે એ ક્યાં વેચાય છે.
-----------------------------------------------
લગ્નપ્રસંગે દીકરીને અહીં દહેજ અપાય છે,
શુદ્ધ ભાષામાં કહો તો કરિયાવર અપાય છે.
માંગે દીકરી માત્ર સુખ-શાંતિનાં આશિર્વાદ,
ત્યાં તેને સુખ-શાંતિની સગવડો અપાય છે.
બની તું પુત્રવધૂ ને આ તારા સાસુ–સસરાં,
હવે તું સાસરિયાની એવું કહી વળાવાય છે.
બની દીકરી તું પત્નિ ને આ તારા માવતર,
સાચવજે એ પણ ઘર એવું ક્યાં કહેવાય છે.
માતા-પિતા અને સાસુ-સસરાંના નામોથી,
તેને પારકી બન્યાનો અહેસાસ કરાવાય છે.
સમજાવે પોતે જ દીકરીને આવાં બધાં ભેદ છે
એ પણ એનું ઘર એ ક્યાં સમજાવાય છે.
જરૂર છે માત્ર દામ્પત્ય જીવનને સંસ્કારોની,
જેને ધનદોલત સાથે ત્રાજવામાં તોલાય છે.
પછી રહે જીવનભર પ્રેમ-લાગણીની અછત,
પણ દુનિયાનાં કોઈ સ્થળે એ ક્યાં વેચાય છે.
હજી હમણાં જ……
એણે આ દુનિયા માં પ્રથમ શ્વાસ ભર્યો,
એણે આંખો ખોલી
એ મમ્મી-પપ્પાની આંગળી પકડીને ચાલી
એ ભઈલા ની જોડે સાયકલ માટે ઝગડી
એ પતંગિયાની પાછળ દોડી
એ સખીની જોડે સંતાકુકડી રમી
અને અચાનક…..
કોઈ આવ્યું….
ને
મમ્મી-પપ્પાની આંગળી છૂટી ગઈ,
ને
ચાલી નીકળી
એ “કોઈ” ની પાછળ
શું દીકરીની આટલી જ દોસ્તી?
એણે આ દુનિયા માં પ્રથમ શ્વાસ ભર્યો,
એણે આંખો ખોલી
એ મમ્મી-પપ્પાની આંગળી પકડીને ચાલી
એ ભઈલા ની જોડે સાયકલ માટે ઝગડી
એ પતંગિયાની પાછળ દોડી
એ સખીની જોડે સંતાકુકડી રમી
અને અચાનક…..
કોઈ આવ્યું….
ને
મમ્મી-પપ્પાની આંગળી છૂટી ગઈ,
ને
ચાલી નીકળી
એ “કોઈ” ની પાછળ
શું દીકરીની આટલી જ દોસ્તી?
Must Read : - દરિયામાં ભરતી અને ઓટ આવે પણ દીકરીના વહાલના દરિયામાં ભરતી જ આવે પણ ઓટ ન આવે....!!!!!
----------------------------------------------------------------------------
મને ક્યારેક એવું થાય કે દીકરી વહાલનો દરિયો શબ્દ કોને કહી શકાય?
આ શબ્દના વિચારમાંને વિચારમાં ખરા
અર્થમાં દીકરી વહાલનો દરિયો એટલા માટે કહી શકાય.
જે દરિયો ભેદભાવ નથી રાખતો.
જેમ દરિયો કોઈ અપેક્ષા નથી રાખતો.
જેમ દરિયો મર્યાદા નથી મુકતો.
તેમ દીકરી વહાલનો દરિયો પણ મર્યાદા નથી હોતી.
દીકરીના વહાલના દરિયો દુનિયાના દરિયાથી વધારે ચઢિયાતો છે.
કારણ કે જળભર્યા દરિયામાં ભરતી અને ઓટ આવે છે.
જયારે દીકરીના વહાલના દરિયામાં ભરતી આવે છે.પણ ઓટ આવતી નથી.
મને ક્યારેક એવું થાય કે દીકરી વહાલનો દરિયો શબ્દ કોને કહી શકાય?
આ શબ્દના વિચારમાંને વિચારમાં ખરા
અર્થમાં દીકરી વહાલનો દરિયો એટલા માટે કહી શકાય.
જે દરિયો ભેદભાવ નથી રાખતો.
જેમ દરિયો કોઈ અપેક્ષા નથી રાખતો.
જેમ દરિયો મર્યાદા નથી મુકતો.
તેમ દીકરી વહાલનો દરિયો પણ મર્યાદા નથી હોતી.
દીકરીના વહાલના દરિયો દુનિયાના દરિયાથી વધારે ચઢિયાતો છે.
કારણ કે જળભર્યા દરિયામાં ભરતી અને ઓટ આવે છે.
જયારે દીકરીના વહાલના દરિયામાં ભરતી આવે છે.પણ ઓટ આવતી નથી.
Must Read : -
લોકો દીકરીને દરિયા સાથે સરખાવે છે
પણ દરિયો તો ખારો ધૂઘવાર હોય છે.
અંજલિભર પાણી પણ એમાંથી પી શકાતું નથી.
તરસથી તરફડિયાં મારતા માણસને દરિયો ક્યારેય તૃપ્ત કરી શકતો નથી.
એ માટે તો નાનકડું ઝરણું કે ખળખળ વહેતી નદી જ શોધવી પડે.
દીકરી નાની હોય ત્યારે ખળખળ વહેતા ઝરણા જેવી હોય છે
અને મોટી થાય ત્યારે મહાસાગરની શોધમાં નીકળી પડેલી સરિતા જેવી હોય છે.
નદીનાં જેમ અનેક રૂપ હોય છે
તેમ દીકરીનાં પણ અનેક રૂપ આપણને જોવા મળતાં હોય છે.
ક્યારેક એ ઉછળતી-કૂદતી કન્યા જેવી તો
ક્યારેક લગ્નના મંડપમાં બેઠેલી શરમાળ,
ધીરગંભીર નવયૌવના જેવી.
નદી જેમ કાંઠા-કિનારાના અનેક લોકોને જીવન આપે છે
તેમ દીકરી પણ આખા પરિવારને અને આસપાસના સગાસ્નેહીને વ્હાલ
અને મીઠાશથી ભરી દેતી હોય છે.
નદી પોતાના ઉદ્ભવને છોડી સાગરની શોધમાં નીકળી પડે છે
તેમ દીકરી પણ પિયરના વ્હાલને પાલવમાં ભરી
સાસરિયાની વાડીને લીલીછમ્મ રાખવા નીકળી પડતી હોય છે.
દીકરી જ્યાં સુધી કુંવારી હોય ત્યાં સુધી એ દીકરીનું સુખ આપે છે અને પરણે ત્યારે દીકરા જેવા એકબીજા પાત્ર -(જમાઈ)ને પણ પરિવારમાં ઉમેરે છે. પરણ્યા પછી પણ મા-બાપનું ઘ્યાન રાખતી અને મા-બાપની ચિંતા કરતી દીકરીઓ મેં અનેક જોઈ છે.
દીકરામાં રસ હોય એમને ત્યાં ભલે એક કે એકથી વઘુ દીકરા હોય પણ જો એ ઘરમાં એક પણ દીકરી નથી તો એ ઘર અઘૂરૂં અને અંધારિયું છે. દીકરી ઘરમાં રંગ, રોશની અને ગીતસંગીતને લાવે છે.
લોકો દીકરીને દરિયા સાથે સરખાવે છે
પણ દરિયો તો ખારો ધૂઘવાર હોય છે.
અંજલિભર પાણી પણ એમાંથી પી શકાતું નથી.
તરસથી તરફડિયાં મારતા માણસને દરિયો ક્યારેય તૃપ્ત કરી શકતો નથી.
એ માટે તો નાનકડું ઝરણું કે ખળખળ વહેતી નદી જ શોધવી પડે.
દીકરી નાની હોય ત્યારે ખળખળ વહેતા ઝરણા જેવી હોય છે
અને મોટી થાય ત્યારે મહાસાગરની શોધમાં નીકળી પડેલી સરિતા જેવી હોય છે.
નદીનાં જેમ અનેક રૂપ હોય છે
તેમ દીકરીનાં પણ અનેક રૂપ આપણને જોવા મળતાં હોય છે.
ક્યારેક એ ઉછળતી-કૂદતી કન્યા જેવી તો
ક્યારેક લગ્નના મંડપમાં બેઠેલી શરમાળ,
ધીરગંભીર નવયૌવના જેવી.
નદી જેમ કાંઠા-કિનારાના અનેક લોકોને જીવન આપે છે
તેમ દીકરી પણ આખા પરિવારને અને આસપાસના સગાસ્નેહીને વ્હાલ
અને મીઠાશથી ભરી દેતી હોય છે.
નદી પોતાના ઉદ્ભવને છોડી સાગરની શોધમાં નીકળી પડે છે
તેમ દીકરી પણ પિયરના વ્હાલને પાલવમાં ભરી
સાસરિયાની વાડીને લીલીછમ્મ રાખવા નીકળી પડતી હોય છે.
દીકરી જ્યાં સુધી કુંવારી હોય ત્યાં સુધી એ દીકરીનું સુખ આપે છે અને પરણે ત્યારે દીકરા જેવા એકબીજા પાત્ર -(જમાઈ)ને પણ પરિવારમાં ઉમેરે છે. પરણ્યા પછી પણ મા-બાપનું ઘ્યાન રાખતી અને મા-બાપની ચિંતા કરતી દીકરીઓ મેં અનેક જોઈ છે.
દીકરામાં રસ હોય એમને ત્યાં ભલે એક કે એકથી વઘુ દીકરા હોય પણ જો એ ઘરમાં એક પણ દીકરી નથી તો એ ઘર અઘૂરૂં અને અંધારિયું છે. દીકરી ઘરમાં રંગ, રોશની અને ગીતસંગીતને લાવે છે.
Must Read : - ’કન્યાવિદાય'
‘દીકરી ‘ શબ્દ મને લાગણીશીલ બનાવી દે છે..
કોઈ લગ્ન પ્રસંગે જાવ છું અને
જ્યારે કન્યાવિદાયનો સમય આવે છે
ત્યારે હૈયું લાગણીવશ બની જાય છે..
’કન્યાવિદાય' જોઈ શકાતી નથી.
કોઇ પણ પિતા પોતાની વહાલસોય દીકરીની વિદાય વખતે
જે હૈયું ભરાય આવે છે. ત્યારે ઘણું કહેવા ચાહતો હોય છે.
પણ કશું કહી ન શકતો. ત્યારે કાવ્યરુપે શબ્દો સરી પડે છે.
“આશિષ કે દો શબ્દ કહના ચાહૂંગા, મગર કુછ ન કહ શકુ ...
‘દીકરી ‘ શબ્દ મને લાગણીશીલ બનાવી દે છે..
કોઈ લગ્ન પ્રસંગે જાવ છું અને
જ્યારે કન્યાવિદાયનો સમય આવે છે
ત્યારે હૈયું લાગણીવશ બની જાય છે..
’કન્યાવિદાય' જોઈ શકાતી નથી.
કોઇ પણ પિતા પોતાની વહાલસોય દીકરીની વિદાય વખતે
જે હૈયું ભરાય આવે છે. ત્યારે ઘણું કહેવા ચાહતો હોય છે.
પણ કશું કહી ન શકતો. ત્યારે કાવ્યરુપે શબ્દો સરી પડે છે.
“આશિષ કે દો શબ્દ કહના ચાહૂંગા, મગર કુછ ન કહ શકુ ...
Must Read : - " ઈશ્વર પાસે દીકરો નહિ દીકરી જ માંગજો "
ધરતી ઉપર નું વરદાન તો ફક્ત દીકરી હોય છે,
જેને દીકરી હોય તે બહુ નસીબદાર હોય છે,
માં નહિ પણ પિતા ની લાડકી હોય છે,
પિતા નું તો એ સ્વાભિમાન હોય છે,
માં હમેશા ટોકતી હોય છે,
અને પિતા જીદ પૂરી કરતા હોય છે,
નાની હોય ત્યાર થી પિતા ની એકજ ઈચ્છા હોય છે,
કે મારે તો દરેક જન્મ બસ દીકરી જ જોઈએ છે,
પિતા ની આંખો મા દીકરી ના લગ્ન ના સપના હોય છે,
દીકરી માટે સારા છોકરા એ કાયમ ગોતતા હોય છે,
દીકરી નું કન્યાદાન તો સહુ થી મોટું પુણ્ય હોય છે,
આના થી મોટું દાન આ દુનિયા મા ક્યાય ના હોય છે,
દિલ ના ટુકડા ને પોતાના થી દુર કરવાનું જે દુખ હોય છે,
એ દુખ તો ફક્ત દીકરી ના પિતા જ સમજતા હોય છે,
દુખ ભલે થાય તોય પરણાવી તો પડે છે,
પ્રેમ તો ઘણો હોય પણ દુનિયા ની રીત નડે છે,
દીકરી ની વિદાય એ સહુ થી કપરો સમય બને છે,
ખુશ રેજે દીકરી એવા આશીર્વાદ તો આપે છે,
ખુશ હસે કે નહિ એની ચિંતા આજીવન રે છે,
એટલે કહું છુ મિત્રો આ વાંચી ને તમે જાગજો,
ઈશ્વર પાસે દીકરો નહિ દીકરી જ માંગજો...
ધરતી ઉપર નું વરદાન તો ફક્ત દીકરી હોય છે,
જેને દીકરી હોય તે બહુ નસીબદાર હોય છે,
માં નહિ પણ પિતા ની લાડકી હોય છે,
પિતા નું તો એ સ્વાભિમાન હોય છે,
માં હમેશા ટોકતી હોય છે,
અને પિતા જીદ પૂરી કરતા હોય છે,
નાની હોય ત્યાર થી પિતા ની એકજ ઈચ્છા હોય છે,
કે મારે તો દરેક જન્મ બસ દીકરી જ જોઈએ છે,
પિતા ની આંખો મા દીકરી ના લગ્ન ના સપના હોય છે,
દીકરી માટે સારા છોકરા એ કાયમ ગોતતા હોય છે,
દીકરી નું કન્યાદાન તો સહુ થી મોટું પુણ્ય હોય છે,
આના થી મોટું દાન આ દુનિયા મા ક્યાય ના હોય છે,
દિલ ના ટુકડા ને પોતાના થી દુર કરવાનું જે દુખ હોય છે,
એ દુખ તો ફક્ત દીકરી ના પિતા જ સમજતા હોય છે,
દુખ ભલે થાય તોય પરણાવી તો પડે છે,
પ્રેમ તો ઘણો હોય પણ દુનિયા ની રીત નડે છે,
દીકરી ની વિદાય એ સહુ થી કપરો સમય બને છે,
ખુશ રેજે દીકરી એવા આશીર્વાદ તો આપે છે,
ખુશ હસે કે નહિ એની ચિંતા આજીવન રે છે,
એટલે કહું છુ મિત્રો આ વાંચી ને તમે જાગજો,
ઈશ્વર પાસે દીકરો નહિ દીકરી જ માંગજો...
Must Read : -
જિંદગી ની ગતાગમ જ રહી નહિ,
બસ દોડતા રહ્યા મ્રુગજળ મોહ માં,
નિત જાણી કીમત આપની બેટા,
અશ્રુ આવે ઘડી આ વિદાઈ ની,
પિતા ની હૃદય ની વેદના જાગી છે,
આજ અફસોસ થાય કીધા મોહ નો,
છતે દીકરી વહાલ ના કરી,
મોહ કીધો ફક્ત રૂપિયા નો,
હે ઈશ્વર ઔર એક જન્મ ની ભીખ માગું,
પણ દીકરી આ જ આપજે
જિંદગી લઈલે આજ ક્ષણે પણ દીકરી આ જ આપજે
જિંદગી ની ગતાગમ જ રહી નહિ,
બસ દોડતા રહ્યા મ્રુગજળ મોહ માં,
નિત જાણી કીમત આપની બેટા,
અશ્રુ આવે ઘડી આ વિદાઈ ની,
પિતા ની હૃદય ની વેદના જાગી છે,
આજ અફસોસ થાય કીધા મોહ નો,
છતે દીકરી વહાલ ના કરી,
મોહ કીધો ફક્ત રૂપિયા નો,
હે ઈશ્વર ઔર એક જન્મ ની ભીખ માગું,
પણ દીકરી આ જ આપજે
જિંદગી લઈલે આજ ક્ષણે પણ દીકરી આ જ આપજે
નાનકડી નાજુક પરી....
આંગણે આવી ટકોરા મર્યા,
નાનકડા પગ ,નાનકડા હાથ ,આંગણ ગુંજી ઉઠ્યુ ઍના ક્લવર થી,
ઍની કાલી ભાષા મા સ્નેહ ,
ઍના નરમ સ્પર્શ મા પ્રેમ ,
પ્રેમ નુ પુષ્પ ને સુગંધ નો ઢગલો,
ઍટલે જ દીકરી વહાલ નો દરિયો.....
આંગણે આવી ટકોરા મર્યા,
નાનકડા પગ ,નાનકડા હાથ ,આંગણ ગુંજી ઉઠ્યુ ઍના ક્લવર થી,
ઍની કાલી ભાષા મા સ્નેહ ,
ઍના નરમ સ્પર્શ મા પ્રેમ ,
પ્રેમ નુ પુષ્પ ને સુગંધ નો ઢગલો,
ઍટલે જ દીકરી વહાલ નો દરિયો.....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.