Must Read This :- "ક્ષત્રિય એટલે ....."
ક્ષત્રિય ધર્મ એટલે એ નિયમો જે
ક્ષત્રિયો દ્વારા પોતાની જાતિ અને
મોભાને જાળવવા માટે પાળવામાં આવે છે.આજે પણ તે
નિયમો વધુ તાર્કિક અને વિકસિત સ્વરૂપે જોવા મળે છે.
ભગવદ્ ગીતાનાં ૧૮ માં અધ્યાયનાં ૪૩ માં શ્લોકમાં
ક્ષત્રિય ધર્મનું વર્ણન આવે છે:
શોર્ય તેજો ધૃતિર્દાક્ષ્યં
યુદ્ધે ચાપ્યપલાયનમ્ |
દાન મીશ્વરભાવશ્ચ
ક્ષાત્રં કર્મ સ્વભાવજમ્ ||
ક્ષત્રિયો માટે સ્વજાતિ બહાર લગ્નસંબંધ અકલ્પનિય
છે. આ કૃત્ય તેમનાં માટે કૌટુંબિક પરંપરાનું જબરૂં ઉલંઘન છે અને
તેની સજારૂપે કદાચ તેમને તેમનાં કુટુંબ અને સમાજ માંથી અપમાન
જનક રીતે બહાર કાઢી શકાય છે. આજે પણ આ રિવાજ
મોટાભાગનાં ખાનદાનોમાં જોવા મળે છે.
તેમાં સદીઓથી ચાલ્યા આવતા રિવાજ અને પરંપરાઓનું પાલન
કરવા પર ખુબજ ભાર આપવામાં આવે છે. આ સિવાય,અન્ય પણ
કેટલાય રિવાજો છે જે ફક્ત ખાસ અગ્રણી ક્ષત્રિય સમાજોમાં પેઢી દર
પેઢી પાળવામાં આવે છે. આ રિવાજોનું પાલન કરવું તે તેમના માટે
ખાસ સન્માન અને અગત્યનું છે,આજે પણ આનો ભંગ કરવાનો અર્થ છે કે
કાયમને માટે પોતાનાં સમાજથી છુટું પડી જવું અથવા નાતબહાર થઇ જવું.
સંયુક્ત કુટુંબપ્રથા આજે પણ ક્ષત્રિય કુટુંબોમાં બહુજ જોવા મળે છે,અને
અગત્યની બાબતોમાં કુટુંબના વડિલનો નિર્ણય અંતિમ ગણાય છે. એવું
મનાતું કે ક્ષત્રિયોને ધર્મ (ફરજ/ન્યાય) અને લોકોનું રક્ષણ સૌંપાયેલ હતું. તેઓને માનવતાનાં રક્ષણ માટે ઇશ્વર દ્વારા સ્વિકૃતી અપાયેલ હતી.
મહાન રાજાઓને
'ધર્મરાજા'
કહેવામાં આવતા.
મહાભારતમાં પણ
ક્ષત્રિયધર્મને
સમજાવવામાં આવેલ છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.