Welcome to RajputanaRevolution Blog

તળાજા અને દરબાર શ્રી એભલ વાળા વિષે જાણો ઈતિહાસ અને રસપ્રદ જાણકારી !

ભાવનગર- ખંભાતના અખાતના કિનારે શેત્રુંજી અને તળાજી નદીનો જ્યાં સંગમ થાય છે, તેના કિનારે આવેલું છે તળાજા ગામ. પૌરાણોક્ત કાળમાં આનર્તપ્રદેશમાં તાલધ્વજ ગિરિનો ઉલ્લેખ છે. મૈત્રક કાલીન વલ્ભી સામ્રાજ્ય ઇ.સ.૪૬૮ થી ૭૮૮ સમગ્ર સૌરાષ્ટ્ર ઉપરનું રાજ્ય હતું. વિષ્વના બુધિકો, ધર્માચાર્યો વલ્ભીમાં વસતા હતા. વલ્ભી રાજ્યમાં બૌધ ધર્મ (હીનયાન સંપ્રદાય)ના ૧૦૮ મઠો બંધાય હતા. જ્યાં ધર્માભ્યાસનું શિક્ષણ અપવામાં આવતુ તે પૈકી એક મઠ તાલધ્વજગિરિમાં હતો. જે ગુફઓ ડુંગર ઉપર અસ્તિત્વમાં છે.

વલ્ભી રાજ્યના મૈત્રક (સુર્યવંશી) રાજવી ધારાદિત્યજી એ ફરી વલ્ભી વસાવ્યું, ત્યારે તેમનાં વંશજોએ રાજ્ય સુરક્ષા માટે દરિયા કીનારાઓ પર સુરક્ષાચોકીઓ બાંધી દીધી ધારાદિત્યજીના વૃતકેતજી (વાલ્લાદિત્યજી) ઇ.સ.૮૧૦ થી ૮૩૫ (ઝાંઝરશી વાળા) એ ઝાંઝમેર ચોકી સ્થાપી તળાજા નગર વસાવી રાજ્યગાદી સ્થાપી ઇ.સ. ૮૩૫ થી ૧૨૦૩ સુધી ઉગ્રસેનજી (ઉગાવાળા) (જેમણે પોતાના ભાણેજ રા-કાવટને અનંત ચાવડાની કેદમાથી મુક્ત કરવ્યા અને આબુના રાજાને ૧૭ વખત હરાવ્યાના ઇતિહાસિક પ્રસંગો છે.)


મૈત્રક કાલીન વલ્ભી સામ્રાજ્ય ઇ.સ.૪૬૮ થી ૭૮૮ સમગ્ર સૌરાષ્ટ્ર ઉપરનું રાજ્ય હતું. વિષ્વના બુધિકો, ધર્માચાર્યો વલ્ભીમાં વસતા હતા. વલ્ભી રાજ્યમાં બૌધ ધર્મ (હીનયાન સંપ્રદાય)ના ૧૦૮ મઠો બંધાય હતા. જ્યાં ધર્માભ્યાસનું શિક્ષણ અપવામાં આવતુ તે પૈકી એક મઠ તાલધ્વજગિરિમાં હતો. જે ગુફઓ ડુંગર ઉપર અસ્તિત્વમાં છે. વલ્ભી રાજ્યના મૈત્રક (સુર્યવંશી) રાજવી ધારાદિત્યજી એ ફરી વલ્ભી વસાવ્યું, ત્યારે તેમનાં વંશજોએ રાજ્ય સુરક્ષા માટે દરિયા કીનારાઓ પર સુરક્ષાચોકીઓ બાંધી દીધી..
ધારાદિત્યજીના વૃતકેતજી (વાલ્લાદિત્યજી) ઇ.સ.૮૧૦ થી ૮૩૫ (ઝાંઝરશી વાળા) એ ઝાંઝમેર ચોકી સ્થાપી તળાજા નગર વસાવી રાજ્યગાદી સ્થાપી ઇ.સ. ૮૩૫ થી ૧૨૦૩ સુધી ઉગ્રસેનજી (ઉગાવાળા) (જેમણે પોતાના ભાણેજ રા-કાવટને અનંત ચાવડાની કેદમાથી મુક્ત કરવ્યા અને આબુના રાજાને ૧૭ વખત હરાવ્યાના ઇતિહાસિક પ્રસંગો છે.)


એભલજી (જેમણે વરસાદ છોડાવ્યા તથા ચારણનો કોઢ મટાડવા પુત્રનું બલિદાન આપ્યાનો પ્રસંગ છે.) અણાજી, એભલજી-૩ (ત્રીજા) (હજારો ગરીબ કન્યાઓને પરણાવવાનો પ્રસંગ છે.) વિગેરે સુર્યવંશી રાજાઓએ રાજ્ય કર્યુ છે. ઇ.સ. ૧૪૦૦ પછી ઝાંઝમેર રાજ્ય રાઠોડ-વાજા રાજવીઓના તાબામાં હતું, ત્યારે તાળાજા ઝાંઝમેરની હકુમત નીચે હતુ. તેમ ઇતિહાસિક પ્રસંગો પરથી અનુમાન કરી શકાય.


વાજા રાજા હરરાજ મુંજરાજ રાજગાદી એ હતા ત્યારે તેના આલાશાહ નામના દિવાનને આઇશ્રી કગબાઇ માતાજી એ દેવલી પાસેના ગણેશીયા પાસે માર્યાનો ઉલ્લેખ છે. તળાજા નગર ત્યારે ભુતપ્રેત જેવી ઘટનાઓથી નાશ થયુ હોય તેમ લાગે છે. આજે પણ નગરના કેટલાક ભાગમાં ખોદાણ દરમ્યાન પુરાતન અવશેષો જોવા મળે છે. 
છીન્ન ભીન્ન તળાજા અલગ અલગ વિસ્તારોમાં વહેચાયેલું હશે. ઝાંઝમરે ગોપનાથ આસપાસનો પ્રદેશ રાઠોડ રાજવી ઓ પાસે રહ્યો હશે. પીથલપુર પાસેન પ્રદેશમાં ઇ.સ.૧૪૭૦ ગોપનાથ તોડવા આવતા મુસ્લીમ બાદશાહ સામે જજુમી વિરગતી પામેલા રાઠોડ રાજવી કશીયાજી વિગેરે ઓના પાળીયા મોજુદ છે.


ત્રાપજના વાળા રાજવી સુરાવાળા, ઘોઘાના મોખડાજી ગોહિલના સેનાપતિ તરીકે બાદશાહ સામે ગુંજર યુધ્ધ કરી (મસ્તક પડ્યા પછી ધડ લડે) મથાવાડા પાસે વીરગતીને પામ્યા છે. તેમનુ મંદિર છે. ઇ.સ.૧૫૬૦ પઢીયાર શાખાના બારૈયા રાજવી મેંડ્રજી રાવે તળાજા સરતાપુર સ્થાપી છે. તેમના વંશજો પૈકીના સરતાનપુર, દેવલી વિગેરે તથા સેંદરડા, મોણપુર વિગેરે ગયા છે. ઇ.સ.૧૭૭૨ માં બ્રિટિશ ગર્વ. ચાચીયાઓને મારીને તળાજાનો હવાલો ખંભાતના નવાબને આપ્યો.


તે ઇ.સ. ૧૭૭૨ સુધી નવાબના સુબાએ રાજ્ય કર્યું. ઇ.સ. ૧૭૭૨ માં ભાવનગરના ગોહિલ રાજવી શ્રી વખતસિંહજી એ તળાજા, મહુવા જીતી લીધું અને ભાવનગર રાજ્યમાં ભેળ્વ્યું તળાજા, મહુવા ઉપર ઢાંકના ખીમજી વાળાને સંચાલન આપ્યું. ૧૯૪૭ ભારત આઝદ થયુ ત્યાં સુધી તળાજા ભાવનગર રાજ્યનું પરગણુ રહ્યુ છે. પ્રજાસત્તાક રાજ્ય બન્યા પછી શહેર સુધરાઇ, મ્યુનિસિપાલિટિ, નગર પંચાયત અને નગર પાલિકા સ્વરૂપે પ્રશાસન રહ્યુ છે. 

અહી આપેલી તસવીર એભલ મંડપ ની છે ..જ્યા એભલ વાળા એ ૯૯૯ કન્યાઓ ના લગન કરાવી આપ્યા તા અને ક્ન્યાદાન દિધા તા..


તળાજામાં બીજી સદીમાં મૌર્યકાળના સમયમાં અસ્તિત્વમાં આવેલી ઐતિહાસિક ગુફાઓ આજે પણ મોજૂદ છે. આ ગુફાઓમાં બૌદ્ધ ભિક્ષુકોએ વસવાટ કરીને તપશ્ચર્યા કરી હતી. ભાવનગરનું આ તળાજા શહેર નદીના કિનારે આવેલું છે. અહીં પર્વત ઉપરથી તેનું વિહંગ દ્રશ્ય નરી આંખને ગમી જાય તેવું હોય છે. તાલધ્વજ પર્વત ઉપર 30 ગુફાઓ આવેલી છે. આ ગુફામાં બૌદ્ધભિક્ષુકોએ તપ અને શિક્ષણ પણ મેળવ્યું હોવાનું મનાઈ છે.


આ ગુફાઓમાં કેટલીક ગુફાઓમાં તો આજે પણ પાણીના કુંડ જોવા મળે છે. અને એ કુંડમાંથી પાણી પણ નીકળે છે. તળાજાના પર્વત ઉપર આવેલી આ ગુફામાં એક ગુફા એભલ મંડપ તરીકે ઓળખાય છે. આ ગુફામાં 8મી સદીમાં રાજા એભલ દ્વારા 999 કન્યાઓના સમૂહ લગ્ન કરાવ્યા હોવાની પણ માન્યતા છે. આ તળાજા ગામ નરસિંહ મહેતાની જન્મભૂમિ છે, આથી એક ગુફા તેમના નામ સાથે પણ સંકળાયેલી છે. આ ગુફાઓની વિશેષતા એ છે કે, અહીંની એક પણ ગુફાને પિલર નથી તેમ છતાં પણ આજે અડીખમ છે.


આ પર્વત ઉપર જૈનના દેરાસર તેમ જ ખોડિયાર માતાનું મંદિર અને એક દરગાહ પણ આવેલી છે . આમ તો ભાવનગર અને સમગ્ર જિલ્લો રાજાશાહી સમયમાં ગોહિલવાડ તરીકે ઓળખાતો હતો. અને અહીં શિલ્પ સ્થાપત્યોનો ભરપૂર ખજાનો પણ જોવા મળે છે. થોડા સમય પહેલા અહીં હાથબ નજીક થયેલા ખોદકામ દરમિયાન એક જૂનું નગર મળી આવ્યું હતું. અને આ રીતે અહીં અનેક પુરાતત્વ ચીજો જોવા મળે છે.


વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના પ્રોફેસરો દ્વારા આ ગુફાના ઇતિહાસ માટે 1952થી 1956 દરમિયાન ખાસ સંશોધન કરવામાં આવ્યું હતું. ભાવનગરમાં રાજાશાહી સમય અને પુરાતન કાળના અનેક શિલ્પ સ્થાપત્યો આવેલા છે. પણ ખાટલે મોટી ખોટ હોય તેમ અહીં પુરાતત્વ વિભાગની કચેરી જ નથી. આથી જો કોઈ પુરાતન વિભાગને લગતી ફરિયાદ હોયતો લોકો કરે ક્યાં તે એક પ્રશ્ન છે. ભાવનગરનાં જાણીતા ઈતિહાસવિદ પિ.જી કોરાટે જણાવ્યું હતું કે “ આ સ્થળની પ્રવાસન વિભાગ સંભાળ લે અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવે એ જરૂરી છે.


ઇતિહાસવિદો અને સંશોધનકર્તાઓ દ્વારા આ ગુફાઓને વિશ્વ સ્તરે નામના મળે તે માટે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગોંડલનાં પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજી એ કરેલો ગોંડલનો વિકાસ..

તા.૨૨મી જાન્યુઆરી ૧૮૮૪ના રોજ માત્ર ૧૮ વર્ષની વયે ગોંડલ રાજ્યનું શાશન સંભાળનાર આ અદ્વિતીય શાશકે વહીવટી કુશળતા અને દીર્ઘદ્રષ્ટિ દ્વારા ગોંડલને સોનાની દ્વારિકા જેવું સમૃદ્ધ રાજ્ય બનાવી દીધું હતું.

પાણી પૂરવઠો..

માત્ર વરસાદ પર આધાર ન રાખતા સંખ્યાબંધ કુવાઓ અને તળાવો ખોદાવીને પીવાના તથા સિંચાઈના પાણીની અદભૂત વ્યવસ્થા કરી હતી. વર્ષો પહેલા એમણે ગોંડલનાં વેરી તળાવના દરવાજા એવી રીતે બનાવ્યા હતા કે દરવાજા ખોલવાની જરૂર જ ના પડે. ડેમનું પાણી અમુક સપાટી સુધી પહોંચે એટલે દરવાજાઓ ઓટોમેટિક ખૂલી જાય. આઝાદી પહેલાના સમયમાં પણ ગોંડલની પ્રજાને ફિલ્ટર કરેલું પાણી તાંબાની પાઈપલાઈન દ્વારા ૨૪ કલાક પૂરું પાડવામાં આવતું.
કૃષિ…

મહારાજા ભગવતસિંહજી ખેડૂતોને ‘સોનાના ઝાડ’ કહેતા. ખેડૂતો પાસેથી કર રૂપે ઉઘરાવવામાં આવતી વિઘોટીનો દર સાવ ઓછો કરીને ખેડૂતોને બહુ મોટી રાહત આપી હતી. ખેડૂતોને ખેતી વિષયક જ્ઞાન આપવા ખેતીનો વર્ગ ખોલ્યો હતો અને ખેતાખા રાજ્યમાં ફરતા કૃષિ નિષ્ણાંતોની નિમણૂક કરી હતી જે સતત ફરતા રહે અને ખેડૂતોને માહિતી આપતા રહે. કોઈપણ જાતના કારમાં વધારો કર્યા વગર રાજ્યની આવકમાં બહુ મોટો વધારો કર્યો હતો કારણકે કરનો દર ભલે એ જ રહ્યો પણ ખેત ઉત્પાદન વધવાથી રાજ્યની આવક વધી હતી. ભગવતસિંહજી કહેતા કે ‘હું માનું છું કે ખેડૂતોની આબાદીમાં જ રાજ્યની સમૃદ્ધિ સમાયેલી છે. આપણા જેવા કૃષિપ્રધાન દેશોમાં ખેડૂતોની સ્થિતિ પરથી જ સમગ્ર રાજ્યની સ્થિતિનું માપ કાઢી શકાય છે.’

શિક્ષણ…

ગોંડલ રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજીયાત હતું. મહારાજા ભગવતસિંહજીએ અંગત રસ લઈને ગોંડલ રાજ્યના વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તકો તૈયાર કરાવ્યા હતા. શાળાઓના મકાન પણ તમામપ્રકારની સુવિધાઓથી પરિપૂર્ણ હતા. મહારાજાએ ગાદી સંભાળી ત્યારે ગોંડલ રાજ્યમાં ત્રીજા ધોરણ સુધીની માત્ર એક જ શાળા હતી પણ ભગવતસિંહજીનાં શાશન દરમ્યાન એમણે ગામડે ગામડે શાળાઓ ઉભી કરી. મહારાજાએ ગોંડલ રાજ્યની કન્યાઓ માટે કન્યાકેળવણી ફરજીયાત બનાવી હતી. દીકરી શાળાએ ન જાય તો તેના વાલીને ચારઆનાનો દંડ કરવામાં આવતો હતો. દીકરીઓને ભણવામાં પ્રોત્સાહન મળે એટલે રાજકુમારી લીલાબાને અન્ય સામાન્ય કન્યાઓની સાથે જ મોંઘીબા વિદ્યાલયમાં ભણવા માટે બેસાડયા હતા.
આરોગ્ય…

મહારાજા ભગવતસિંહજીએ પોતે એડનબરોથી ડોકટરની પદવી પ્રાપ્ત કરી હતી આથી ગોંડલ રાજ્યની સ્વાસ્થ્ય સેવાઓ ઉત્કૃષ્ટ હોય એ સ્વાભાવિક છે. તે સમયે ૬ લાખથી વધુ ખર્ચ કરીને ગોંડલ રાજ્યના મોટા શહેરોમાં હોસ્પિટલ મકાનો બંધાવ્યા હતા. દરેક હોસ્પિટલમાં આધુનિક સાધનોથી સંપન્ન ઓપરેશન થિયેટરની પણ સુવિધા હતી. ગોંડલની હોસ્પિટલમાં તે સમયે નર્સિંગ અને દાયણનું શિક્ષણ આપવામાં આવતું જે પ્રાપ્ત કરીને કેટલીયે બહેનોએ રોજગારી મેળવી અને સેવાના કામમાં લાગ્યા.

ઇન્ડિયન પ્લેગ કમિશનના પ્રમુખ સર થોમસે ગોંડલની હોસ્પિટલની મુલાકાત લીધા બાદ કહેલું કે ‘હિન્દુસ્તાનની ત્રણ શ્રેષ્ઠ ગણાતી હોસ્પિટલમાં ગોંડલની હોસ્પિટલનો સમાવેશ કરી શકાય.’ આજથી સવાસો વર્ષ પહેલા ભગવતસિંહજીએ હરતા ફરતા દવાખાના (મોબાઈલ ડિસ્પેન્સરી)ની શરૂઆત કરી હતી જેથી ગામડાના લોકો પણ આરોગ્ય સેવાથી વંચિત ન રહી જાય.
કાયદો અને વ્યવસ્થા…

ગોંડલની પ્રજાની સલામતી માટે રાજ્યમાં કડક પોલીસ બંદોબસ્ત રાખવામાં આવતો. લગભગ ૨૫૦ જેટલી સુવિધાપૂર્ણ પોલીસ ચોકીઓ બનાવવામાં આવી હતી. પોલીસને સારો પગાર, પેન્શન, ગ્રેચ્યુઈટી વગેરે લાભો આપીને સંતુષ્ટ રાખવામાં આવતા જેથી તેઓ ફરજો બજાવવામાં ઉણા ન ઉતારે. જો કોઈ પોલીસ પ્રજા સાથે અત્યાચાર કરે તો પોલીસને નોકરીમાંથી બરખાસ્ત કરી દેવામાં આવતો અને અન્ય શિક્ષા પણ કરવામાં આવતી. દીવાની-ફોજદારી કામોના નિકાલ માટે ન્યાયાલયો સ્થાપીને તેમાં ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવતી હતી. ગોંડલ રાજ્યના કાયદાનો ભંગ રાજકુમાર કરે તો તેઓ પણ સજામાંથી છટકી શકતા નહિ.

મહારાજા ભગવતસિંહજીએ કરેલા કામોને વર્ણવવા માટે શબ્દો ટૂંકા પડે એટલા પ્રજાકલ્યાણનાં કાર્યો મહારાજાએ એમના શાશનકાળ દરમ્યાન કરેલા હતા. મહારાજાએ શાશન સંભાળ્યાને ૫૦ વર્ષ પૂર્ણ થયા ત્યારે ગોંડલ રાજ્યની પ્રજાએ પોતાના મહારાજાનું અનોખું સન્માન કરવાનું નક્કી કર્યું. તા. ૨૫મી ઓગસ્ટ ૧૯૩૪નાં રોજ પ્રજાએ પોતાના મહારાજાની સૂવર્ણતૂલા કરી. આ સમગ્ર વિશ્વની એવી પ્રથમ ઘટના હતી કે જ્યાં પ્રજાએ એના રાજાની સૂવર્ણતૂલા કરી હોય અમે મહારાજાએ એ તમામ સોનું પ્રજાકલ્યાણનાં કામમાં ખર્ચ કરવા આપી દીધું હોય.

ગોંડલની પ્રજાએ એમના આવા પ્રજાવત્સલ મહારાજાની યાદમાં એમની જન્મજયંતીની શાનદાર ઉજવણી કરવી જોઈએ. આખું ગોંડલ રોશનીથી શણગારવું જોઈએ, ઘરે ઘરે રંગોળી પુરાવી જોઈએ, મોટા કાર્યક્રમો થવા જોઈએ જેમાં ભગવતસિંહજીના શાશનકાળની લોકોને વાતો સંભળાવવામાં આવે. જો આવું કઈ નહિ થાય તો નવી પેઢી પોતાના આ પ્રતાપી મહારાજાને સાવ ભૂલી જશે..